મશહૂર એક્ટ્રેસે કરી આત્મહત્યા, સંદિગ્ધ હાલતમાં લટકતી મળી લાશ : મોત પહેલા સોશિયલ મીડિયા પર આપી હતી હિંટ? જાણો સમગ્ર મામલો

ફેમસ એક્ટ્રેસ અમૃતાનું સંદિગ્ધ હાલતમાં મોત : બેડ પર મળી લાશ, વોટ્સએપ પર આવું આવું હતું, જુઓ તસવીરો નીચે

મનોરંજન ઉદ્યોગમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રીનું નિધન થયું છે. એક્ટ્રેસના આકસ્મિક નિધન બાદ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. અભિનેત્રીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે અને તેના રહસ્યમય મોતથી ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અભિનેત્રીએ તેના મોત પહેલા સોશિયલ મીડિયા પર એક ખાસ સ્ટેટસ પોસ્ટ કર્યું હતું.

ભોજપુરી અભિનેત્રી અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડેનું શનિવારે સાંજે ભાગલપુરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. જોગસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આદમપુર જહાઝ ઘાટ સ્થિત દિવ્યધર્મ એપાર્ટમેન્ટમાં અભિનેત્રીની લાશ લટકતી હાલતમાં મળી આવી. પોલિસને જાણ થતા તાત્કાલિક તપાસ શરૂ કરાઇ હતી. ઘટનાની એફએસએલ ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરાઇ છે.

ઘટનાસ્થળેથી કેટલીક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે તેણે ભોજપુરી અને હિન્દી સહિત ઘણી ફિલ્મો, સિરિયલો, વેબ સિરીઝ અને જાહેરાતોમાં કામ કર્યું છે. હાલમાં જ અમૃતાની હોરર વેબ સિરીઝ ‘પ્રતિશોધ’નો પહેલો ભાગ રિલીઝ થયો હતો. અમૃતા પાંડેએ મોત પહેલા તેના વોટ્સએપ સ્ટેટસ પર લખ્યું હતું- તેની જીંદગી બે બોટ પર સવાર હતી એટલે મેં મારી બોટ ડૂબાડી તેની સફર સરળ બનાવી દીધી.

પોલિસના જણાવ્યા અનુસાર, પરિવારજનોએ જણાવ્યું કે લગભગ 3.30 વાગ્યે તેની બહેન અમૃતાના રૂમમાં ગઈ અને અમૃતાને ફાંસીથી લટકતી જોઇ. પરિવારજનોએ તરત જ છરી વડે ફાંસો કાપી તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા, જો કે ત્યાં તેને મૃત જાહેર કરાઇ. આ પછી પરિવાર તેને ઘરે પાછો લાવ્યો.

જણાવી દઇએ કે, અમૃતાના લગ્ન 2022માં છત્તીસગઢના બિલાસપુરના રહેવાસી ચંદ્રમણી ઝાંગઢ સાથે થયા હતા. તે મુંબઈમાં એનિમેશન એન્જિનિયર છે. બહેનના કહેવા પ્રમાણે, અમૃતા પોતાના કરિયરને લઈને ખૂબ જ ચિંતિત હતી. તે ડિપ્રેશનથી પીડાતી હતી. તેની સારવાર પણ ચાલી રહી હતી.

Shah Jina