“ફક્ત મહિલાઓ માટે” બાદ હવે ગુજરાતી મેગાસ્ટાર યશ સોનીની આવી રહી છે નવી ફિલ્મ “ફક્ત પુરુષો માટે”, રિલીઝ ડેટ થઇ જાહેર

હવે “ફક્ત મહિલાઓ માટે” નહિ પણ “ફક્ત પુરુષો માટે” પણ બનશે ફિલ્મ, પાવર અલગ છે, મજા ડબલ થવાની છે, મેગાસ્ટાર યશ સોની જોવા મળશે એક અનોખા અંદાજમાં, રિલીઝ ડેટ થઇ જાહેર

Fakt purusho mate Release date announced : છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ ઈન્ડિસ્ટ્રીમાંથી ખુબ જ સારી સારી ફિલ્મો આવી રહી છે અને જ્યારથી અર્બન ગુજરાતી ફિલ્મોનો યોગ શરૂ થયો છે ત્યારથી દર્શકો પણ મોટી સંખ્યામાં થિયેટર સુધી ફિલ્મો જોવા માટે જતા હોય છે. જેના કારણે ઇન્ડસ્ટ્રી સારી એવી કમાણી પણ કરી રહી છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળ થવા પાછળ સૌથી મોટો શ્રેય ગુજરાતી ફિલ્મ નિર્માતા વૈશલ શાહનો છે. જેમને “છેલ્લો દિવસ” ફિલ્મ આપીને ગુજરાતી ફિલ્મોની પરિભાષા જ બદલી નાખી. વૈશલ શાહે ઘણી બધી ગુજરાતી હિટ ફિલ્મો આપી છે અને તેમાં વર્ષ 2022માં આવેલી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે” પણ સામેલ છે. આ ફિલ્મમાં યશ સોની મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો હતો અને ફિલ્મે સારો બિઝનેસ પણ કર્યો.

“ફક્ત મહિલાઓ માટે” ફિલ્મને વૈશલ શાહ અને બોલીવુડના મોટા ગજાના પ્રોડ્યુસર આનંદ પંડિત દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવેલી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે” બાદ હવે આ વર્ષે ફિલ્મના નિર્માતા “ફક્ત પુરુષો માટે” ફિલ્મ પણ લાવી રહ્યા છે અને આ ફિલ્મની રિલીઝની જાહેરાત પણ મેકર્સ દ્વારા કરી દેવામાં આવી છે.

નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ 29મી એપ્રિલથી તેમની ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરૂષો માટે’નું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ ‘ફક્ત પુરૂષો માટે’ જન્માષ્ટમી 2024 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લખાયેલ અને નિર્દેશિત હશે. ફિલ્મના રિલીઝ થવાની જાહેરાત આજે એક પોસ્ટ દ્વારા કરવામાં આવી છે.

ફિલ્મની કાસ્ટ વિશે જો વાત કરીએ તો “ફક્ત પુરુષો માટે” ફિલ્મમાં મેગા સ્ટાર યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા, દર્શન જરીવાલા જેવા નામી કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ જન્માષ્ટમી પર રિલીઝ થવાની છે. ત્યારે હવે દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા પણ જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમને જણાવી દઈએ કે બોલીવુડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પણ “ફક્ત મહિલાઓ માટે”માં કીમિયો કર્યો હતો. ત્યારે હવે દર્શકો એ વાતની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે “ફક્ત પુરુષો માટે” ફિલ્મમાં કોઈ મોટો ચહેરો પણ જોવા મળશે કે કેમ ? ફક્ત મહિલાઓ માટે ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ 20 કરોડની કમાણી કરી હતી.

Niraj Patel