ટ્રેનમાં આવી રીતે બનાવવામાં આવે છે ચા ? વાયરલ વીડિયો જોઇ મગજ ખરાબ થઇ જશે- જુઓ વીડિયો
ટ્રેનમાં આવી રીતે બને છે ચા ? વાયરલ વીડિયો જોઇ દંગ રહી ગયા લોકો, બોલ્યા- ભાઇ આ શું થઇ રહ્યુ છે…
શિયાળો હોય કે ઉનાળો, લોકો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ચા પીતા હોય છે. મોટા ભાગના લોકો ચાના શોખીન હોય છે, તેમને ઘણા કલાકો સુધી ખાવા માટે કંઈ ન મળે તો ચાલે પરંતુ ચા ચોક્કસથી મળવી જોઈએ. ચા પીધા પછી, તેઓ કંઈપણ ખાધા વગર ઘણા કલાકો સુધી રહી શકે છે. ઘણા લોકોને માથાનો દુખાવો અને થાકને કારણે મુસાફરી દરમિયાન ચાની વધુ જરૂર પડે છે.
ટ્રેનમાં આવી રીતે બનાવવામાં આવે છે ચા
પરંતુ, શું તમે જાણો છો કે ટ્રેનમાં મળતી ચા કેવી રીતે બને છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોયા પછી કદાચ તમે પણ ટ્રેનમાં ચા પીતા પહેલા સો વાર વિચાર કરશો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે કર્મચારી ટ્રેનના ફ્લોર પર બેસીને ચા બનાવી રહ્યા છે. સ્ટીલના વાસણમાં દૂધ રાખવામાં આવ્યુ છે, જેને વોટર બોઈલરની મદદથી ઉકાળવામાં આવે છે. આ દરમિયાન એક મુસાફર વીડિયો બનાવે છે. જેવો તે બે કર્મચારીઓને પૂછે છે – શું થઈ રહ્યું છે, વીડિયો ત્યાં જ પૂરો થઈ જાય છે.
નળના પાણી અને વોટર બોઈલરનો કરાય છે ઉપયોગ
વીડિયોમાં દેખાતી સફાઈ અને ચા બનાવવાની રીતને કારણે લોકો રેલવેની ટીકા કરી રહ્યા છે. વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતુ- આને રોકવાની જરૂર છે. વીડિયો પર લખ્યું છે કે આ રીતે ભારતીય રેલવે તમને ચા પીરસે છે. તેઓ નળના પાણી અને વોટર બોઈલરનો ઉપયોગ કરે છે. આ રીલને અત્યાર સુધીમાં કરોડો વ્યૂઝ અને લાખો લાઈક્સ મળી છે. જ્યારે હજારો યુઝર્સે કોમેન્ટ કરી છે.
View this post on Instagram