ટીમ ઇન્ડિયાના આ 5 પ્લેયર્સ છે લગ્ઝરી ઘડિયાળ પાછળ ખર્ચે છે કરોડો, યુઝર્સ બોલ્યા આના કરતા દાન કરો લાખો ગરીબો ભૂખે મરે છે
હાલમાં જ થોડા સમય પહેલા ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર શાનદાર ઘડિયાળની તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી. ત્યારે ભારતીય ક્રિકેટટીમના કેટલાક ક્રિકેટર્સને પણ મોંઘી ઘડિયાળોનો શોખ છે. તો ચાલો જાણીએ કે, એવા પ્લેયર્સ વિશે જે કરોડોની ઘડિયાળ પહેરે છે.
1.વિરાટ કોહલી : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે Patek Philippe Aquanaut Ref. 5167 Limited Edition ઘડિયાળ છે, આ સ્વિસ વોચના માત્ર 500 પીસ જ માર્કેટમાં ઉતર્યા હતા., જો કે આની અસલ કિંમત કોહલીએ જણાવી નથી પરંતુ રીપોર્ટ અનુસાર 5થી 10 કરોડ રૂપિયા વચ્ચે આની કિંમત જણાવવામાં આવી રહી છે. કોહલીને રોલેક્સ ઘડિયાળનો પણ ઘણો શોખ છે.
2.એમએસ ધોની : કેપ્ટન કુલ નામથી મશહૂર એમએસ ધોનીની સ્ટાઇલને ઘણા લોકો કોપી કરવાનુ પસંદ કરે છે. તેમણે તેમની દીકરી જીવા સાથે એક તસવીર શેર કરી હત, જેમાં તે Panerai Luminor GMT limited edition ઘડિયાળ પહેરેલા જોઇ શકાય છે, લગ્ઝરી લાઇફસ્ટાઇલ પોર્ટલ અનુસાર તેની કિંમત 1-2 કરોડ રૂપિયા વચ્ચે છે.
3.રોહિત શર્મા : હિટમેનના નામથી મશહૂર રોહિત શર્મા હુબ્લો ઘડિયાળના ફેન છે. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર Hublot Big Band Gold Ceramic limited edition ઘડીને ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી હતી. લગ્ઝરી લાઇફસ્ટાઇલ પોર્ટલ અનુસાર તેની કિંમત 2-3 કરોડ રૂપિયા વચ્ચે છે.
4.હાર્દિક પંડ્યા : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યાએ અબુ ધાબીમાં Patek Philippe Nautilus Platinum 5711 બ્રાંડની લગ્ઝરી વોચ ખરીદી છે. આ ઘડિયાળની માર્કેટમાં ઘણી ડિમાંડ છે અને તેની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
5.કે.એલ રાહુલ : ટીમ ઇન્ડિયાના સલામી બલ્લેબાજ કેએલ રાહુલ સ્ટાઇલ મામલે કોઇનાથી કમ નથી. તેમની પાસે Rolex, Panerai, Hublot, Patek Philippe જેવી મોંધી મોંઘી ઘડિયાળો છે. એક તસવીરમાં રાહુલે Audemars Piguet Royal Oak Limited Edition ઘડિયાળ પહેરી છે. ઇ કોમર્સ વેબસાઇટ અનુસાર તેની કિંમત 3 કરોડ રૂપિયા છે.