લગ્નમાં પહોંચી ગયો દુલ્હનનો જૂનો પ્રેમી, પછી જે થયું તે જોઈને તમે પણ હેરાન રહી જશો

કોઈપણ વ્યક્તિ માટે તેના પ્રેમને ભૂલવું ખુબ જ મુશ્કેલ છે અને તેમાં પણ જો પ્રેમીના લગ્ન થઇ જાય ત્યારે એ ક્ષણ કેટલીક દુઃખદ હોય છે તે કખવેણી જરૂર નથી હોતી, આવું જ કંઈક હાલમાં વાયરલ થઇ રહેલા એક વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે, જ્યાં કન્યાનો એક્સ પ્રેમી તેના લગ્નમાં આવી પહોંચે અને પછી જે થાય છે તે જોવા જેવું છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે કન્યા સ્ટેજ ઉપર બેઠી છે અને એક વ્યક્તિ તેની પાસે આવીને તેને લાડવો ખવડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ તે માથું હલાવીને ના પાડી દે છે. જેના ઉપર બંનેની આંખોમાં આંસુ આવી જાય છે અને યુવક ત્યાંથી ચાલ્યો જાય છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડની અંદર “મુબારક હો તુમકો એ શાદી તુમ્હારી” ગીત સંભળાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સ્ટેજ ઉપર આવી ચડેલ વ્યક્તિ કન્યાનો એક્સ માનવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ આ ફની વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. તમે પણ જુઓ વાયરલ થઇ રહેલા આ વીડિયોને…

Niraj Patel