સરહદ ઉપર દેશની સેવા કરી રહેલા આ જવાનોનો વીડિયો જોઈને તમે પણ કહેશો, “યોદ્ધા પેદા નથી થતા, બનાવવા પડે છે !!”

દેશની સરહદ ઉપર રક્ષા કરી રહેલી ભારતીય સેનાએ માટે દેશના દરેક વ્યક્તિના દિલમાં માન અને સન્માન છે. દેશના ઘણા યુવાનો એવા હોય છે જે ભારતીય સેનામાં જોડાવવાની ઈચ્છા પણ રાખીને બેઠા હોય છે અને તેની તૈયારીઓ પણ કરતા હોય છે. એ વાત બધા જ જાણે છે કે ભારતીય સેનામાં જોડાવવા માટેની તાલીમ ખુબ જ કઠિન હોય છે. આપણા કોઈ સાગા સંબંધી કે કોઈ મિત્ર આર્મીમાં હોય અને તે જયારે રજાઓમાં આવે ત્યારે ત્યાંના કિસ્સા પણ કહેતા હોય છે. જે સાંભળવાની મજા પણ આવે છે.

હાલ સોશિયલ મીડિયામાં ભારતીય સેનાની તાલીમનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સેનાના કમાન્ડો કઠિન તાલીમ લેતા નજરે આવી રહ્યા છે. કમાન્ડોને તાલીમ ચેલેન્જથી ભરેલી હોય છે. જેમાં જવાનમેં દરેક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ભલે પછી એ દુશ્મનો સાથે પાણીની અંદર મુકાબલો હોય કે પછી પહાડની ટોચ ઉપર. ભારતીય સેનાના જવાનો હંમેશા દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહે છે.

સોશિયલ મીડિયા ઉપર કમાન્ડો તાલીમની વાયરલ થઇ રહેલી એક નાનકડી ક્લિપને જોઈને તમે પણ આ જવાનોને રિયલ હીરોની સાથે સાથે સલામ પણ કરશો. આ 27 સેકેંડની ક્લિપની અંદર જોઈ શકાય છે કે સૈનિકોની તાલીમ ચાલી રહી છે. જવાનો વારા ફરીથી કીચડમાં બનેલી એક નાનકડી સુરંગ પાર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે સુરંગનું મોઢું એટલું જ મોટું છે જેમાં એક વારમાં એક જ જવાન ઢસળાઈને અંદર જઈ શકે છે.ટ્રેનર જવાનોમાં એવો જોશ ભરી દે છે કે કીચડથી લથપથ જવાન સુરંગમાંથી નીકળ્યા બાદ કમાન્ડો બૂમો પડતા નજર આવે છે અને અન્ય સાથીઓ પાસે દોડી જાય છે.

Niraj Patel