અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ટાઈટ બોડીકૉન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો મસમોટો બેબી બંપ, લોકોએ જોતાની સાથે જ ટ્રોલ કરી દેવાની કરી શરૂ, જુઓ તસવીરો

એક તો કુંવારી, હવે પ્રેગ્નેન્સીમાં હોટ ફિગર દેખાડી રહી છે ઇલિયાના ડીક્રુઝ, જુઓ PHOTOS

Ileana D’Cruz Baby Bump : બોલીવુડના કલાકારો દ્વારા ચાહકોને અવાર નવાર કોઈને કોઈ ખુશ ખબરી મળતી રહેતી હોય છે. ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાય છે તો ઘણા સેલેબ્સ માતા પિતા બનાવની ખુશી પણ શેર કરતા હોય છે, ત્યારે તેમની ખુશીમાં ચાહકો પણ ખુબ જ ખુશ થઇ જતા હોય છે. ત્યારે હાલ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ તેની પ્રેગ્નેન્સીના કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. હાલમાં અભિનેત્રી ફિલ્મી દુનિયાથી દૂર પોતાના પ્રેગ્નન્સી પીરિયડનો આનંદ માણી રહી છે.

મિરર સેલ્ફી કરી શેર :

આ દરમિયાન પણ અભિનેત્રી સોશિયલ દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ઇલિયાના સતત તેની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે ફરી તેણે પોતાનો નવો અવતાર બતાવ્યો છે. ઇલિયાના ડીક્રુઝે બુધવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે ઈલિયાના ડીક્રુઝ મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. ઇલિયાના ડીક્રુઝે બોડીકોન ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો.

ટાઈટ બોડીકૉન ડ્રેસમાં ક્લિક કર્યો ફોટો:

ઇલિયાના ડીક્રુઝે આ તસવીર સાથે કેપ્શન લખ્યું, ‘માય લિટલ.’ ઇલિયાના ડીક્રુઝની આ પોસ્ટ ચાહકોને ઘણી પસંદ આવી રહી છે અને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું છે, ‘બેબી ગર્લ થશે પાક્કું’. એક ચાહકે લખ્યું છે કે, ‘હું ખૂબ જ ખુશ છું.’ એક ચાહકે લખ્યું છે, ‘તમે ખૂબ જ સુંદર છો.’ એક ચાહકે લખ્યું છે, ‘અભિનંદન.’ આ ઉપરાંત ઘણા ચાહકો ઇલિયાનાને આટલા ટાઈટ બોડીકૉન ડ્રેસમાં ફોટો ક્લિક કરવાને લઈને ટ્રોલ પણ કરતા જોવા મળ્યા હતા.

લગ્ન વિના જ માતા બનાવની છે આભિનેત્રી :

જણાવી દઈએ કે ઈલિયાના લગ્ન વિના જ માતા બનવા જઈ રહી છે. જોકે, થોડા સમય પહેલા તેણે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પોતાની વીંટી બતાવતી જોવા મળી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેની સગાઈ થઈ ગઈ છે. જો કે અત્યાર સુધી આ રિપોર્ટ્સ પર અભિનેત્રીનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. ઇલિયાના ડીક્રુઝના કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2006માં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી. ઈલિયાના ડીક્રુઝ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ‘બરફી’, ‘રુસ્તમ’, ‘બાદશાહો’, ‘રેઈડ’, ‘મેં તેરા હીરો’ જેવી ફિલ્મો માટે જાણીતી છે.

Niraj Patel