કેવા ઘરમાં રહે છે IAS ઓફિસર અને શું મળે છે સુવિધાઓ ? જુઓ વીડિયો
IASની પરીક્ષા સૌથી અઘરી માનવામાં આવે છે. ઘણો અભ્યાસ કર્યા પછી આખરે IAS ઓફિસર બનાય છે અને તે પછી ઓફિસરની સુવિધાઓ બધી મળે છે. જો કે, ઘણા લોકોના મનમાં એવું થતુ હશે કે IAS અધિકારીઓ કેવા ઘરોમાં રહે છે, ત્યાં શું સુવિધાઓ હોય છે ? જ્યારે IAS અધિકારીની વાત આવે છે, ત્યારે સૌથી પહેલી એ વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે છે તેની સ્થિતિ. આજે અમે તમને જણાવીશું કે IAS ઓફિસરના ઘરમાં કઈ કઈ વસ્તુઓ હોય છે અને તેમને સરકાર તરફથી શું મળે છે અને તેઓ કેવા ઘરમાં રહે છે.
યુપીમાં પોસ્ટ કરાયેલા IAS ઓફિસર અભિષેકની પત્ની યુટ્યુબર શ્રુતિ શિવાએ આ તમામ બાબતો વિશે એક વીડિયો બનાવ્યો છે. શ્રુતિનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. શ્રુતિ શિવાના યુટ્યુબ પર 2 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે, તેણે પોતાના વીડિયોમાં IAS ઓફિસર પતિ સાથે રહેવાની અને વારંવાર ઘર બદલવાની કહાની શેર કરી છે. શ્રુતિએ બુલંદશહેરના એક સરકારી ઘરનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે ડ્રોઈંગ રૂમ, બેડરૂમ સહિત આખા ઘરની મુલાકાત કરાવી અને ખુર્જા બજાર અને બંજારા બજારમાંથી ખરીદેલી વસ્તુઓનો પણ ઉલ્લેખ કર્યો.
વીડિયોમાં તેણે IAS અભિષેકની દાદીનો બેડ પણ બતાવ્યો હતો. આ સિવાય ઘરમાં હાજર તમામ એન્ટિક અને ડેકોરેટિવ વસ્તુઓ પણ બતાવી. શ્રુતિ આ ઘરને પોતાના દિલની નજીક માને છે અને તે કહે છે કે આ મારું ઘર છે. તે નિવાસના મુખ્ય દ્વારથી હોમ ટુર શરૂ કરે છે. મેઈન ગેટથી એન્ટ્રી લીધા બાદ તે ઘરનો પ્રવેશદ્વાર બતાવે છે અને પછી સાથે જ ઘરમાં કેટલીક સજાવટની વસ્તુઓ રાખવામાં આવે છે અને ત્યાં તેના પતિ IAS ઓફિસર અભિષેક પાંડેની ઓફિસ તેમજ 2 ખુરશી છે. ઘરમાં પ્લાસ્ટિકની બે ખુરશીઓ અને એક ઘડિયાળ સાથે તે કહે છે
કે અહીંનો કેટલોક સામાન સત્તાવાર છે અને કેટલોક ભેટ છે. આ પછી ડ્રોઈંગ રૂમનો વારો આવે છે. ડ્રોઈંગ રૂમમાં સોફા છે અને તેની સાથે સેન્ટર ટેબલ છે, જે ઓફિશિયલ છે. ઘરમાં ટ્રેડમિલ છે. ડ્રોઈંગ રૂમ પછી લિવિંગ એરિયા આવે છે. લિવિંગ એરિયામાં જ 4 સીટર ડાઇનિંગ ટેબલ છે. જે સત્તાવાર છે. તે કહે છે કે, મેં ઘરે મારું પોતાનું ફ્રિજ ખરીદ્યું હતું. એક અલમારી છે જે સત્તાવાર છે. તે બાદ હવે બેડરૂમનો વારો આવે છે. બેડરૂમમાં બેડ IAS ઓફિસરનો પોતાનો છે, જે તેની દાદીનો છે. જે તેણે રીપેર કરાવ્યો હતો.
IAS અભિષેક પાંડે મેરઠ વિકાસ પ્રાધિકરણના ઉપાધ્યક્ષ છે. આ વીડિયોમાં શ્રુતિએ જે રીતે ઘર વિશે પોતાનો અનુભવ શેર કર્યો છે, તેને યુઝર્સ પસંદ કરી રહ્યા છે. શ્રુતિએ વીડિયોમાં કહ્યું કે તેને આ ઘરમાં રહેતા બે વર્ષ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ તેઓ જતા રહેશે. શ્રુતિએ વીડિયોમાં ઘરની તમામ વસ્તુઓ બતાવી. સાથે જ તેણે આ સરકારી ઘરમાં રહેતા કર્મચારીઓના પણ વખાણ કર્યા.
આ વીડિયોને 40 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. અગાઉ 4 મે 2020ના રોજ શ્રુતિએ તેનું સત્તાવાર નિવાસસ્થાન પણ બતાવ્યું હતું.ત્યારે આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો, આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે આ વીડિયો પહેલા તેણે 27 એપ્રિલ 2020ના રોજ એક વીડિયો પણ અપલોડ કર્યો હતો,
ત્યારબાદ શ્રુતિ પતિ IAS અભિષેક સાથે જોઈન્ટ મેજિસ્ટ્રેટ બંગલો શિફ્ટ થઇ હતી. શ્રુતિએ આ ઘરની સંપૂર્ણ હોમ ટૂર પણ કરાવી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.