30 વર્ષોથી ગામમાં ન હતી બસ સર્વિસ, આ IASએ પાંચ દિવસમાં એવું કામ કર્યુ કે, હવે થઇ રહી છે વાહ-વાહ

30 વર્ષિથી ગામમાં બસ સર્વિસ ન હતી, IASએ 5 દિવસની અંદર જ ગામવાળાને ગિફ્ટ આપી દીધી

દેશમાં ઘણા એવા નાના ગામો હોય છે, જયાંના લોકો સુવિધાઓથી વંચિત રહી જતા હોય છે અને આવા ગામમાં ઘણીવાર પાણીની સુવિધાઓ અપૂરતી હોય છે તો ઘણીવાર આ ગામમાંથી બીજે જવા માટે કોઇ સાધનની સુવિધા હોતી નથી. ત્યારે હાલ દેશમાં એક એવું ગામ હતુ જયાં 30 વર્ષથી ગામના લોકો બસ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યાં જિલ્લા કલેક્ટર દ્વારા 5 દિવસમાં જ બસ સેવા શરૂ કરી દેવામાં આવી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, જિલ્લા કલેક્ટર ટી પ્રભુશંકરે આ સમસ્યાની નોંધ લીધી. તે ગ્રામજનોને મળવા ગયો. ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી અને તેનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું. ગામમાં 5 દિવસ પછી જ બસ સેવા શરૂ કરવામાં આવી હતી.

તેણે કહ્યું, ‘બસ આ ગામમાં ક્યારેય આવી નથી, પછી મેં TNSTC કરુર વિભાગમાં આ વિશે વાત કરી. જનરલ મેનેજરે આ મુદ્દે થોડો અભ્યાસ કર્યો. સોમવારથી તેઓએ અહીં બસ સેવા શરૂ કરી હતી. હવે ગામમાં દરરોજ બે બસો આવશે. ધીમે ધીમે ગ્રામજનોને વધુ ને વધુ બસ સેવાઓ પૂરી પાડવામાં આવશે. લોકોએ ટ્વિટર પર આઈએએસ અધિકારીના આ કામની પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તામિલનાડુમાં છેલ્લા 30 વર્ષથી કરુપ્પમલયમ ગામથી કોઈ બસ આવતી ન હતી. પરંતુ, હવે સ્ટેટ ટ્રાન્સપોર્ટર કોર્પોરેશને આ ગામમાં બસ સેવા શરૂ કરી છે. ગામલોકો છેલ્લા 30 વર્ષથી આ માટે લડી રહ્યા હતા. બસના અભાવે તેને 2-3 કિમી ચાલવું પડ્યું. આ ગામમાં 220 પરિવારો રહે છે. કરુર શહેરમાં મોટાભાગના ગ્રામજનો કામ કરવા જાય છે. આવી સ્થિતિમાં બસના આગમનથી તેઓને સુવિધા મળી છે.

Shah Jina