જંગલની અંદર દીપડાને પણ ચકમો આપીને નીકળી ગયું આ લક્કડબઘા, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો કે “મોઢા સુધી આવેલો શિકાર જતો રહ્યો”, જુઓ

દીપડાને પણ ચકમો આપવામાં સફળ રહી હાયના, વીડિયો જોઈને તમારી આંખો પર પણ વિશ્વાસ કરવો બની જશે મુશ્કેલ, જુઓ

Hyena Makes Loop Video : જંગલમાં મોટા અને ખતરનાક પ્રાણીઓ નાના પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. પ્રાણીઓના શિકાર કરવાના ઘણા વીડિયો તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પણ જોયા હશે. મોટાભાગના વીડિયોમાં આપણે જોઈએ છીએ કે ખતરનાક પ્રાણીઓ ક્યારેય પોતાનો શિકાર છોડતા નથી, આ પ્રાણીઓને જોઈને અન્ય નાના પ્રાણીઓ પોતાનો જીવ બચાવીને ભાગતા પણ હોય છે, પરંતુ ગમે તેમ કરીને તે શિકાર બની જ જતા હોય છે. તો ઘણીવાર કેટલાક પ્રાણીઓ તેમને ચકમો આપવામાં પણ સફળ રહે છે.

હાયનાએ દીપડાને આપ્યો ચકમો :

હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હાયના દીપડાથી પોતાનો જીવ બચાવવામાં સફળ થાય છે. આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર (@latestkruger) નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે કે  “હાયનાએ સરળતાથી દીપડાને ચકમો આપ્યો.” 14 જુલાઈએ શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો આરામથી બેઠો છે. ત્યારે જ સામેથી એક હાઈના આવતી દેખાય છે, જેને જોઈને તે સૂઈ જાય છે.

ગભરાયા વગર નીકળી ગઈ આગળ :

દીપડાને જોઈને હાયના બિલકુલ ગભરાતી નથી અને આગળ વધવા લાગે છે. પછી અચાનક રસ્તો બદલાઈ જાય છે. આ જોઈને કહી શકાય કે હાઈનાએ ખૂબ જ ચતુરાઈથી પોતાનો જીવ બચાવ્યો. નહિ તો દીપડો તેને એક જ ઝાટકે પોતાનો શિકાર બનાવી દેતો. તે જ સમયે, એવું લાગે છે કે દીપડાનું પેટ ભરાઈ ગયું છે અથવા તે ખૂબ થાકી ગયો છે. એટલે તે શિકાર જોઈને ઉભો પણ નથી થતો. જોકે, યુઝર્સ આ વીડિયોમાં ઘણો રસ લઈ રહ્યા છે.

લોકોને પસંદ આવી હાયનાની ચતુરાઈ :

આ વીડિયોને અત્યાર સુધી 3 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું  “સ્માર્ટ હાયના.” બીજાએ કહ્યું “આને કહેવાય સ્માર્ટ ચાલ.” ભલે, કોઈ ગમે તે કહે, પરંતુ આ ક્લિપ જોઈને કોઈ શીખી શકે છે કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ગભરાવાને બદલે શાંત ચિત્તે કામ કરવું જોઈએ. આમ કરવાથી તમે સૌથી મોટી સમસ્યામાંથી બહાર આવી શકો છો.

Niraj Patel