સરહદ પર ફરજ બજાવતો પતિ 6 મહિના બાદ પોતાના ઘરે પરત ફર્યો, ગર્ભવતી પત્નીને જોઈને આંખોમાં આવી ગયા આંસુ, વીડિયો જોઈને ભાવુક થઇ જશો..

30 અઠવાડિયા સુધી એકબીજાને ના મળી શક્યા પતિ પત્ની, દેશ માટે લડી રહ્યો હતો ફોજી પતિ, મિલન સમયે સર્જાયા આંખોમાં આંસુઓ લાવી દેનારા દૃશ્યો.. જુઓ વીડિયો

દેશની સરહદ પર ઘણા સિપાહીઓ દેશની રક્ષા કરે છે. પોતાનું જીવન તે દેશની રક્ષા કરવામાં જ વિતાવી દેતા હોય છે. તેમને રજાઓ પણ બહુ ઓછી મળે છે. જેના કારણે તે પોતાના પરિવારજનો અને સ્નેહી સ્વજનોને પણ સમય આપી નથી શકતા. તે વર્ષે કે 6 મહિને એક વાર ઘરે આવતા હોય છે અને તે જયારે ઘરે આવે છે ત્યારે તેમની ખુશી સાતમા આસમાને હોય છે.

ત્યારે સોશિયલ મીડિયામાં કેટલીકવાર સૈનિકોના પોતાના પરિવાર સાથેના મિલનના વીડિયો વાયરલ થતા હોય છે જે લોકોનું દિલ પણ જીતી લેતા હોય છે. આવા વીડિયોમાં તેમના પરિવાર સાથેની મુલાકાત ભાવુક પણ કરી દેનારી હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકોની આંખો પણ આંસુઓથી છલકાઈ ગઈ છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ગર્ભવતી મહિલા તેના પતિને પીકઅપ કરવા માટે જાય છે. પતિ ફોજીની વર્ધીમાં આવે છે અને પત્નીને જોતા જ તેને ભેટી પડે છે. આ દરમિયાન બંનેની આંખો પણ આંસુઓથી છલકાઈ જાય છે. આ ભાવુક કરી દેનારા વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Yanina Sham (@yanina_sham)

વીડિયોમાં જણાવ્યા પ્રમાણે પતિ પોતાના દેશ યુક્રેનની સુરક્ષા માટે સરહદ પર ફરજ બજાવતો હતો. તે છેલ્લા 6 મહિનાથી પોતાના પરિવારથી દૂર હતો. એવામાં જયારે ફોજી લાંબા સમય બાદ પોતાની પત્નીને મળ્યો ત્યારે તે ભાવુક થઇ ગયો. વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે “અમે એટલા માટે લડી રહ્યા છીએ. તેમને 30 અઠવાડિયાથી એકબીજાને નથી જોયા !” જોકે આ વીડિયોની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતું. પરંતુ હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel