“હમ દિલ દે ચુકે સનમ” ફિલ્મની સ્ટોરી બની હકીકતમાં: પતિએ જ પત્નીના તેની પ્રેમી સાથે કરાવ્યા લગ્ન, આખી કહાની વાંચીને તમે પણ વિચારમાં પડી જશો

થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી, “હમ દિલ દે ચુકે સનમ” આ ફિલ્મ ઐશ્વર્યા અને સલમાન ખાનની પ્રેમ કહાનીના કારણે તો ચર્ચામાં રહી જ હતી પરંતુ સાથે સાથે આ ફિલ્મમાં ઐશ્વર્યાના લગ્ન અજય દેવગન સાથે થાય છે અને અજય ઐશ્વર્યાને સલામનને સોંપવા માટે નીકળી જાય છે. જેના કારણે પણ આ ફિલ્મ ચર્ચામાં આવી, હવે આવું હકીકતના જીવનમાં થવું કદાચ અસંભવ લાગે પરંતુ આ ઘટના બની છે, જેમાં એક પતિએ જ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા છે.

આ મામલો સામે આવ્યો છે બિહારના છપરામાંથી. જ્યાં એક વ્યક્તિએ ફિલ્મી અંદાજમાં તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. બન્યું એવું કે પરણિત મહિલાને કોઈ બીજા યુવક સાથે પ્રેમ થઇ ગયો તો તો પતિએ પત્નીના લગ્ન તેના પ્રેમી સામે જ કરાવીને “હમ દિલ દે ચુકે સનમ”ની કહાની હકીકતમાં દોહરાવી છે.

છપરામાં બનેલી આ ઘટનાનો વીડિયો અને તસવીરો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ મામલો છપરાના વોર્ડ નંબર 45માં આવેલા ઘેઘટા ગામનો છે. ખબર પ્રમાણે પરણિત મહિલાને થોડા સમય પહેલા કોઈ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેના બાદથી જ તેના અને તેના પતિ વચ્ચે અણબનાવ શરૂ થઇ ગયો હતો. બાદમાં જયારે મહિલાના માથેથી પ્રેમનું ભૂત ના ઉતર્યું ત્યારે પતિએ જ પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા.

મળતી ખબર પ્રમાણે મહિલાના તેના પતિ સાથે પણ પ્રેમ લગ્ન થયા હતા. પરંતુ બાદમાં કોઈ બીજા સાથે પ્રેમ થઇ ગયો. મહિલાએ તેના પતિ ઉપર મારઝૂડનો આરોપ લગાવતા કહ્યું કે લગ્ન બાદ પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો. જેના બાદ મેં આ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મહિલાનું કહેવું છે કે તેને આ લગ્ન પોતાની મરજીથી કર્યા છે અને હવે તે પોતાની દીકરીનું બહુ જ સારી રીતે પાલન પોષણ કરશે.

તો બીજી તરફ મહિલાના પતિનું કહેવું છે કે તેને પત્ની માટે પોતાના પ્રેમની કુરબાની આપી દીધો છે અને પોતે જ પોતાના હાથે પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા છે. તો બીજી તરફ યુવતીના નવા પતિનું કહેવું છે કે અમારા બંનેનું 6 મહિનાથી અફેર ચાલી રહ્યું હતું. તેનો પહેલો પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો જેના કારણે અમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

આ અનોખા લગ્નથી ત્રણેયના પરિવારજનો પણ ખુબ જ હેરાન છે. ડાર્ક કોઈને નાની બાળકીની ચિંતા સતાવી રહી છે કે તેને કેવી રીતે ઉછેરવામાં આવશે. તો દીકરીના પિતાનું કહેવું છે કે તે બીજા લગ્ન કરશે અને બાળકીને ઉછેરશે. પરંતુ યુવતીનું કહેવું છે કે એવું કરવું ખુબ જ મુશ્કેલ છે.

 

Niraj Patel