ખોળામાં સુઈ રહેલી મહિલાના માથામાં હાથ ફેરવી રહ્યો હતો તાંત્રિક, ત્યારે જ આવી ગયો પતિ, પછી થયો મોટો હોબાળો, જુઓ વાયરલ સ્ક્રિપ્ટેડ વીડિયો

સ્ક્રિપ્ટેડ વીડિયો: પતિને હતી પત્ની ઉપર શંકા, ઘરેથી નીકળી, તંત્રિકાના ખોળામાં સુઈ ગઈ, પતિએ પીછો કરી બનાવ્યો વીડિયો, જુઓ વીડિયોમાં પછી શું થયું ?

આજે જમાનો ખુબ જ શિક્ષિત અને આધુનિક બની ગયો છે, તે છતાં પણ આપણા દેશની અંદર ઘણા લોકો એવા છે જે આજે પણ અંધશ્રદ્ધામાં માને છે. અંધશ્રદ્ધામાં આંધળા બનેલા લોકોની ઘણી ઘટનાઓ પણ સામે આવે છે, જેમાં કોઈ ઢોંગી તાંત્રિકના કારણે તે છેતરાતા પણ હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમે પણ હેરાન રહી જશો અને અંધશ્રદ્ધાના નામ ઉપર છેતરાતા અટકી જશો.(તસવીરો: વીડિયો પરથી)

વીડિયો જોતા તો એવું જ લાગી રહ્યું છે કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ હોય તથા વીડિયો ક્રોપ કરી અધૂરો અપલોડ કર્યો હોય વીડિયો જન જાગૃતિ માટે બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક મહિલા કોઈ તાંત્રિકના ખોળામાં માથું મૂકીને સુઈ રહી છે અને તાંત્રિક તેના માથે હાથ ફેરવી રહ્યો છે, બરાબર એજ સમયે મહિલાના પતિની એન્ટ્રી થાય છે, એ જોતા જ મહિલા તંત્રિકાના ખોળામાંથી ઉભી થઇ જાય છે અને માથા ઉપર ઓઢી લે છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે પતિ આ જોઈને ગુસ્સે ભરાય છે અને તેની પત્નીને પૂછે છે કે આ શું કરી રહી છે, ત્યારે તાંત્રિક કહે છે કે આ ઈલાજ કરાવવા માટે આવી છે. ત્યારે પતિ એમ પણ પૂછે છે કે શેનો ઈલાજ કરાવવા માટે આવી છે, ત્યારે મહિલા કહે છે કે બાળકોનો ઈલાજ કરાવવા માટે આવી છું.

જેના બાદ પતિ કહે છે કે આ કેવી રીતે ઈલાજ કરાવી રહી છે, બાબાના ખોળામાં માથું મૂકીને સુઈ રહી છે, આ કેવો ઈલાજ છે, ત્યારે તે કહે છે કે બાબા જોઈ રહ્યા હતા. ત્યારે પતિ બાબાને પૂછે છે કે શું જોઈ રહ્યો હતો તું ત્યારે તે કહે છે કે પિત્રદોષ જોઈ રહ્યો હતો. જેના બાદ પતિ વધારે ગુસ્સે થાય છે અને પત્નીને કહે છે કે તું તો મને એમ કહીને ગઈ હતી કે હું તો માર્કેટ જાઉં છું અને અહીંયા શું કરી રહી છે ?

જયારે પતિ તેની પત્નીને સવાલ પૂછતો હોય છે ત્યારે તાંત્રિક પણ વચ્ચે બોલવા લાગે છે જેથી ગુસ્સે ભરાયેલો પતિ એમ કહે છે કે તું ચૂપ બેસ નહિ તો હું તને મારવા લાગીશ. પછી પત્ની જવાબ આપે છે કે આટલા ટાઇમથી બાળક નથી થઇ રહ્યું તો બાબા પાસે આવી, જેના પર પતિ કહે છે કે આપણાથી છોકરું નથી થતું તો બાબા હવે બાળક આપશે.

જયારે તાંત્રિકને પતિ પત્નીના માથાને ખોળામાં મૂકી અને ઈલાજ કરવાનું પૂછે છે ત્યારે તાંત્રિક કહે છે કે ગ્રહો અને તારાના દોષના કારણે આમ કરવું પડે છે. જેના બાદ પતિ તાંત્રિકનો કોલર પકડે છે એન પૂછે છે કે બતાવ તારું સર્ટિફિકેટ. જેથી તાંત્રિક કહે છે કે આ બધું મોહ માયાથી ઉપર ચાલે છે. તેની પત્ની કહે છે કે બાળક નથી થતું તો બાબા જુએ છે. જેના બાદ પતિ કહે છે કે છ મહિનાથી જે કામ ડોક્ટર ના કરી શક્યા એ બાબા કરી દેશે ?

તાંત્રિક મહિલાના પતિને બાજુમાં બેસવા માટે કહે છે પરંતુ ગુસ્સે ભરાયેલો પતિ તાંત્રિકની ફેટ પકડે છે અને કહે છે કે ઉભો થા, અને આવા વેશમાં આતંકવાદીઓ પણ હોય છે, આટ્લુ સાંભળતા જ તાંત્રિક ત્યાંથી ભાગી જાય છે. પછી પતિ તેની પત્ની પાસે આવે છે અને આમ કરવા પાછળનું કારણ પૂછે છે ત્યારે પત્ની કહે છે કે બાબા બહુ સારા છે.

ગુસ્સે ભરાયેલો પતિ તેની પત્નીને કહે છે કે મને ઘણા દિવસથી તારા ઉપર શંકા હતી કે તું કોઈ ઊંધું છતું કામ કરી રહી છું, અને એટલે જ મેં આ વીડિયો બનાવ્યો છે અને પછી એમ કહે છે કે આ વીડિયો તારા ઘરવાળાને બતાવું ત્યારે પત્ની ના ના કહેતા પતિને પગે લાગે છે, પરંતુ પતિ આમ કરવાનું ના કહે છે અને છૂટાછેડા મંગાવની વાત કરે છે.

પત્ની તેના પતિના પગ પકડી અને આમ ના કરવાનું કહે છે તે છતાં પણ પતિ કહે છે, કે તું ઘરે ચાલ આ વીડિયો તારા ઘરવાળાને બતાવીશ, આવા બાબા મહિલાઓને ફસાવતા હોય છે, આજે હું ના આવતો તો આ બાબા તારો ખોટો ફાયદો પણ ઉઠાવી લેવાના હતા, એવી વાત પણ પતિ જણાવે છે.

હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તે વિશેની કોઈ માહિતી હજુ નથી મળી રહી, કે ના આ વીડિયો પાછળની અમે કોઈ પુષ્ટિ કરીએ છીએ. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. વીડિયોને જોતા એમ લાગી રહ્યું છે કે આ એક જાગૃતિ ફેલાવવા માટેનો વીડિયો હોઈ શકે છે, કારણે કે આ વીડિયો અધૂરો પોસ્ટ થયો હોય તેમ પણ લાગી રહ્યું છે. આ વીડિયો સ્ક્રિપ્ટેડ હોઈ શકે છે અને લોકો આવા ઢોંગી ધુતારા તાંત્રિકોની જાળમાં ના ફસાય તે માટે બનાવ્યો હોઈ શકે છે.

Niraj Patel