રાજકોટના વેપારી સાથે રશિયન મહિલાએ કર્યા પ્રેમ લગ્ન પણ ઝઘડો થતા જ પતિ કરી ગયો એવો કાંડ કે…

Russian woman marries Rajkot businessman : ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા ચોંકાવનારા કિસ્સા સામે આવે છે કે જે સાંભળી કોઇ પણ હેરાન રહી જાય. ત્યારે હાલમાં એક મામલો સામે આવ્યો, જેમાં રશિયન મહિલાને રાજકોટના વેપારી સાથે લગ્ન કરવા ભારે પડ્યા. રશિયામાં રહેતી 32 વર્ષની મહિલા લગભગ આઠેક મહિના પહેલાં ગોવા ફરવા આવી હતી અને આ દરમિયાન જ રાજકોટનો એક 42 વર્ષીય વેપારી પણ ગોવા ગયો હતો.

તે સમયે બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને આખરે બંનેએ કોર્ટ મેરેજ પણ કરી લીધા. મહિલા અને વેપારી બંનેને બે-બે સંતાનો પણ છે અને બંનેએ બાળકો સાથે રહેવાની સંમતિ પણ વ્યક્ત કરી. એ પછી બંને સાથે રહેવા લાગ્યા. એક દિવસ બંને વચ્ચે ઝઘડો થતા પતિ ઘરને લોક મારી પત્ની અને બાળકોના પાસપોર્ટ લઈ ફરાર થઈ ગયો. તેઓ અમદાવાદના સાબરમતીમાં રહેવા માટે આવ્યા અને પછી રશિયન મહિલાએ પણ પોતાના બાળકોને અમદાવાદ રહેવા બોલાવી દીધા.

જો કે, એક દિવસ બંને વચ્ચે ઝઘડો થતા મહિલા તેના બાળકોને લઈને બહાર ફરવા માટે ગઇ અને પતિ પણ મહિલા અને તેના બાળકોના પાસપોર્ટ અને વિઝા લઈ ઘરને તાળુ મારી રાજકોટ ફરાર થઈ ગયો. જો કે, મહિલા જ્યારે ઘરે આવી ત્યારે તાળુ જઇ તેણે તપાસ કરી તો જાણવા મળ્યું કે, તેનો પતિ પાસપોર્ટ અને વિઝા લઈને રાજકોટ જતો રહ્યો છે. એટલે મહિલાએ પાસપોર્ટ અને વિઝાની માગણી કરી હતી. પણ પતિએ ઈનકાર કરી દીધો. ત્યારે આખરે કંટાળી મહિલાએ અભયમનો સંપર્ક કર્યો અને ટીમે મહિલાના પતિનું ફોન પર કાઉન્સેલિંગ કરી તેને રાજકોટથી અમદાવાદ બોલાવી કાયદાકીય માહિતી આપી.

આખરે પતિને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેણે પત્નીની માફી માગી.રશિયન મહિલા અંગ્રેજી સિવાય બીજી કોઈ ભાષા જાણતી નહોતી એટલે પતિ ઘરને તાળુ મારીને જતો રહ્યો હોવાથી મહિલા તેના બાળકો સાથે રસ્તા પર આવી ગયા હતા. તેને હિન્દી કે ગુજરાતી ભાષા નહોતી આવડતી, જેથી મહિલાની મદદ કોઈ ના કરી શક્યું અને પછી તેણે અભયમની મદદ માગી. અભયમે મહિલાના સાસુ-સસરાને ફોન કર્યો હતો અને હકિકત જણાવ્યા બાદ તેઓએ રુપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને પછી મહિલા તેના બાળકો સાથે એક દિવસ માટે હોટલમાં રોકાઈ હતી.

Shah Jina