જુઓ સ્માર્ટ વહુરાણી: આ ટ્રિકથી એક ઝાટકેજ બનાવી લીધી 4 રોટલીઓ, લોકો બોલ્યા-“દીદી બધાને સાસરેથી નીકાળાવશે”

રોટલી હેક ! વહુરાણીએ આ ટ્રિક સાથે ફટાફટ બનાવી લીધી અનેક રોટલીઓ, યુઝર્સ બોલ્યા- દીદી બધાને સાસરેથી નીકાળાવશે

પાતળી, ગોળ અને નરમ રોટલી બનાવવી એ કોઈ કળાથી ઓછુ નથી. જો તમે તેમાં પરફેક્ટ છો તો સારું છે, પણ જો નથી તો રોટલી બનાવવી તમને એક પ્રોજેક્ટ જેવું લાગતુ હશે. આજકાલ લોકો સોશિયલ મીડિયા પર ઘણા હેક્સ અને ટ્રિક્સ શેર કરતા રહે છે. ત્યારે rajput_jodi_ નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક મહિલાને ઈન્સ્ટન્ટ રોટલી બનાવતી જોઈ શકાય છે.

વીડિયોમાં જોવાય છે કે મહિલા લોટનું એક મોટુ ગુલ્લુ કરી તેને વણી રહી છે અને આ પછી એક બાઉલ લઇ એક સાથે ત્રણ-ચાર ગોળ રોટલી કાપ છે. આટલું જ નહીં, મહિલા એક જ તવા પર ચાર રોટલી એકની ઉપર એક મૂકીને શેકતી પણ જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 33 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 8 લાખથી વધારે યુઝર્સ દ્વારા તેને લાઈક કરવામાં આવ્યો છે.

ઘણા લોકો આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- બહેન, રોટલી કાચી રહી ગઈ છે. અન્ય એક યુઝરે લખ્યું છે – આવી રીતે તો 10-12 રોટલી સરળતાથી બનાવી શકાય છે. અન્ય એક યુઝરે લખ્યું- જો તમે સામાન્ય રીતે રોટલી બનાવશો તો તે વધુ ઝડપથી ચઢી જશે. દરેક વસ્તુને હેકની જરૂર નથી. જ્યારે એકે તો એવું લખ્યુ કે- દીદી બધાને સાસરેથી નીકાળાવશે.

 

View this post on Instagram

 

A post shared by Chandni⚡Vinay (@rajput_jodi_)

Shah Jina