આજકાલની લાઇફસ્ટાઇલમાં કંઇ પણ ખાઇ લેવાની આદત શરીરમાં ન્યુટ્રિશનની કમી પેદા કરે છે. યુવાનો આ ઉણપનો વધુ સામનો કરી રહ્યા છે. તેનું કારણ બિનઆરોગ્યપ્રદ ખોરાક છે. જેમાં કેલ્શિયમ, વિટામિન ડી અને જરૂરી મિનરલ્સની ઉણપ હોય છે. આવી સ્થિતિમાં હાડકાને લગતી બીમારીઓ થવા લાગે છે. ઘણા લોકોના હાડકાના સાંધામાંથી કટ-કટ અવાજ આવે છે. સામાન્ય રીતે તેનાથી પીડા થતી નથી, પરંતુ તેને હળવાશથી પણ ન લઇ શકાય. ક્યારેક આ અવાજનું કારણ હાડકાના ગંભીર રોગ પણ હોઈ શકે છે.
હાડકાના સાંધામાંથી આવતો આ અવાજ મોટે ભાગે ઘૂંટણમાંથી આવે છે. આ અવાજને તબીબી ભાષામાં ક્રેપીટસ કહેવાય છે. વધતી ઉંમર સાથે, ઘૂંટણના છેડે ફ્લેક્સિબલ ટિશ્યૂની કમી થાય છે, જેના કારણે છેડા એકબીજા સામે ઘસાય છે અને અવાજ આવે છે. આ એક પ્રકારનો ગઠિયા રોગ છે. હાડકાંમાંથી કટ-કટ અવાજ આવવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જો કે, મોટાભાગના લોકો તો સામાન્ય રીતે આ અવાજને ઇગ્નોર કરતા હોય છે. પણ આવું ન કરવું જોઇએ.
શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે પણ હાડકાંમાંથી અવાજ આવે છે. કેલ્શિયમની સાથે-સાથે આયરન અને વિટામીનની ઉણપ પણ આ અવાજનું કારણ હોઇ શકે છે. જણાવી દઇએ કે, શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે જોઇન્ટ્સમાં બબલ બનવા લાગે છે અને તેને કારણે ચાલવામાં એ ફાટવા લાગે છે. જો તમારા હાડકામાંથી પણ આવે છે કટ કટ અવાજ તો તમારે શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવી જોઇએ.
કેટલાક રિસર્ચ અનુસાર, માંસપેશિઓમાં ખેંચાણ થવાને કારણે પણ હાડકાંમાંથી કટ-કટ અવાજ આવે છે. માંસપેશિઓઓમાં સ્ટ્રેસ લેવલ વધારે હોય તો આ સમસ્યામાં વધારો થઇ શકે છે.જે લોકોને ગઠિયાની બીમારી છે તેમના હાડકાંના જોઇન્ટ્સ ખરાબ થવા લાગે છે અને આને કારણે કાર્ટિલેજ ખતમ થઇ જાય છે, જેને કારણે કટ કટ અવાજ આવે છે. આવી સ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.વધતી ઉંમર સાથે હાડકાંમાંથી કટ-કટ અવાજ આવે છે, કારણ કે હાડકાં બીજા જોઇન્ટ્સ સાથે ટચ થાય ત્યારે કટ-કટ અવાજ આવે છે.