IRS અધિકારીના લગ્ન સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયા, લોકોએ પૂછ્યું, “કેટલા કરોડ દહેજ મળ્યું ?” પછી આપ્યો એવો જવાબ કે…

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, સામાન્ય માણસોથી લઈને ઘણા સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. જેમાંથી ઘણા લગ્ન ચર્ચાનો વિષય પણ બનવા લાગ્યા છે, હાલ એવા જ એક લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં એક IRS અધિકારીએ પોતાના લગ્નની તસવીરો પોસ્ટ કરતા ચર્ચાનો માહોલ ગરમ બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આઇઆરએસ અધિકારી વિકાસ પ્રકાશ સિંહે હાલમાં જ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેમાં એક વ્યક્તિએ અજીબો ગરીબ કોમેન્ટ કરી અને અધિકારીને યુઝર્સે પૂછ્યું કે, “લગ્નમાં કેટલા કરોડ રૂપિયા દહેજ મળ્યું ?” હવે આ કોમેન્ટ પણ ચર્ચાનો વિષય બની ગઈ.

આઈઆરએસ અધિકારી વિકાસ પ્રકાશ સિંહે તેમના લગ્નની તસવીરો  ગત 28 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આમ તો તેમની પોસ્ટ ઉપર ઘણા બધા લોકોએ કોમેન્ટ કરીમ, પરંતુ એક ટ્વીટર યુઝર્સે તેમને એક અજીબો ગરીબ સવાલ પૂછી લીધો. જેનો જવાબ પણ ખુબ જ શાનદાર રીતે આઈઆરએસ અધિકારીએ આપ્યો હતો.

તો આ ઉપરાંત એક યુઝર્સ દ્વારા એવી પણ કોમેન્ટ કરવામાં આવી હતી કે, “બંનેના પેરેન્ટ્સ દુઃખી કેમ દેખાઈ રહ્યા છે ?” જેના ઉત્તરમાં વિકાસ પ્રકાશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “ખુશીના આંસુ વાળો ચહેરો છે. દુઃખી નથી. ફોટોગ્રાફર અને લાંબી લાઈનનું દબાણ છે . પિતાજીની આદત છે થોડું ઓછું હસવાની.”

તો “કેટલા રૂપિયા દહેજ મળ્યું ?” એ કોમેન્ટનો જવાબ આપતા પણ આઈઆરએસ અધિકારી વિકાસ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “જયારે કરશો ત્યારે સમજમાં આવશે કે લવ મેરેજમાં પત્ની મળવી જ મોટી વાત છે.”

જયારે ટ્વીટર ઉપર જ એક અન્ય યુઝર્સ દ્વારા આઈઆરએસ અધિકારીને સવાલ પૂછવામાં આવ્યો કે, “તમે પહેલા કેરિયર બનાવ્યું હતું કે પહેલા પ્રેમ કર્યો હતો ?” તો આ સવાલનો જવાબ આપતા પણ વિકાસ પ્રકાશ કહે છે કે, “બંને સાથે સાથે. પરંતુ મારી સલાહ છે કે તમે તેને તમારા જોખમે ટ્રાય કરો.”

Niraj Patel