શું સંક્રમિત વ્યક્તિના મળ ઉપર બેઠેલી માખીઓ પણ ફેલાવી શકે છે કોરોના ? જાણો શું કહે છે તેની પાછળનું સંશોધન

શું તમે જાણો છો માખી પણ ફેલાઇ શકે છે કોરોના વાયરસ! જાણો વિગત

કોરોના વાયરસ અલગ અલગ રીતે ફેલાતા હોવાના ઘણા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે મનમાં એક પ્રશ્ન એ પણ થાય કે શું માખીઓ પણ કોરોના વાયરસનું સંક્ર્મણ ફેલાવી શકે છે ? શું સંક્રમિત વ્યક્તિના મળ ઉપર બેઠેલી માખીઓ પણ કોરોના ફેલાવી શકે છે ?

હાલમાં જ થયેલા એક સંશોધન પ્રમાણે આ વાતનો ખુલાસો થયો છે કે કોરોના માખીઓ દ્વારા ફેલાઈ શકે છે. શોધમાં એ પણ સામે આવ્યું છે કે આ વાયરસ વ્યક્તિના મળમાં ઘણા દિવસ સુધી જીવતો રહી શકે છે.

પેરાસાઈટ્સ એન્ડ વેક્ટર્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધન દ્વારા માલુમ પડ્યું છે કે સંક્રમિત વ્યક્તિના મોઢામાં કે પછી નાક દ્વારા નીકળેલી બુંદોના સંપર્કમાં જો કોઈ માખી આવે છે તો તે આ એરોસોલ બૂંદોને 24 કલાક સુધી રાખી શકે છે. એવામાં આ માખી જ્યાં જ્યાં જાય છે તે જગ્યાએ કોરોના સંક્ર્મણ ફેલાવતી હોય છે.

શોધકર્તાઓનું કહેવું છે કે માખીઓ 250થી પણ વધારે વિભિન્ન રોગજનકોને લઇ જઈ શકે છે. આ માખીઓ પોતાની બાહરી સતેહ જેમ કે પગ, મોઢું અને પાંખો દ્વારા સંક્ર્મણ ફેલાવી શકે છે.

Niraj Patel