ખાટલા ઉપર નચાવવા માટે ઘોડીને કરી ઊંચી અને અચાનક ફૂટ્યો ફટાકડો, પછી જે થયું તે જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયા આજે એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા રોજ કેટલાય વીડિયો અને તસવીરો રાતો રાત વાયરલ થઇ જતી હોય છે. તેમાં પણ લગ્નને લઈને ઘણા વીડિયો ખુબ જ વાયરલ થાય છે. એમાં પણ હવે તો ઇન્સ્ટાગ્રામ રીલ આવી ગઈ છે, જેમાં પોસ્ટ કરેલા વીડિયોને વાયરલ થતા વાર પણ નથી લગતી.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો છે, જેમાં ઘોડા સાથે વરરાજા પણ ભાગી ગયો હતો, અને પાછળ જાનૈયાઓ દૂર સુધી તેનો પીછો કરતા રહ્યાં. પરંતુ ના ઘોડી હાથમાં આવી ના વરરાજા. આ વીડિયોને જોઈને લોકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક યુવકનો વરઘોડો નીકળ્યો છે અને વરરાજા ઘોડી ઉપર સવાર છે. ઘોડીનો માલિક ઘોડીને અલગ અલગ રીતે નચાવી રહ્યો છે, એવામાં ઘોડીનો મલિક ઘોડીને ખાટલા ઉપર નચાવવા માટે જાય છે, ત્યારે જ એક વ્યક્તિ ત્યાં ફટાકડો ફોડે છે અને પછી તો ઘોડી એવી ચમકે છે કે વરરાજાને લઈને જ ભાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વરરાજાને લઈને ભાગી રહેલી ઘોડીને પકડવા માટે ઘોડીવાળો પણ તેની પાછળ ભાગે છે અને વરરાજાને પકડવા માટે જાનૈયાઓ પણ ભાગે છે, પ્રબન્ટુ ઘોડી એટલી પૂર ઝડપે ભાગી રહી છે કે જોત જોતામાં તો કેટલીય દૂર ભાગી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel