આજના વ્યસ્ત માહોલમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારીથી હેરાન થતું હોય છે. જેમાં બ્લડપ્રેશરની તકલીફ સામાન્ય બાબત બની ગઈ છે. કોઈ હાઈ બ્લડ પ્રેશરથી હેરાન થાય છે તો કોઈ લો બ્લડ પ્રેશરથી. હાઈ બ્લડ પ્રેશરથી ચક્કર આવવા લાગે છે, માથું ભમવા લાગે છે અને કામમાં મન નથી લાગતું. તો આજે અમે તમને હાઈ બ્લડ પ્રેશરને કાબુમાં કરવાના ઘરેલુ ઉપાય જણાવીશું, જે તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેશે.

1. તુલસીના પાન છે રામબાણ:
તુલસીના પાનેને કચડી તેને દહીંમાં ઉમેરીને દિવસમાં બે વાર તેનું સેવન કરો. તુલસીના પાન તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું રામબાણ ઈલાજ છે.

2. તરબૂચના બીજ છે ફાયદાકારક:
તળબુચનાં બીજ અને ખસખસને અલગ અલગ પીસીને પાવડર બનાવી રાખી લેવું. અને રોજ તે બનેંને ભેગા કરી પાણી સાથે લઇ લેવા. જેનાથી તમને તરત જ ફાયદો જોવા મળશે.

3. પપૈયું છે લાભરકારક:
પપૈયું હાઈ બ્લડ પ્રેશર માટે ખુબ જ ફાયદાકારક છે. હાઈ બ્લડ પ્રેશર વાળા દર્દી નિયમિત પપૈયાનું સેવન ખાલી પેટે કરે છે તો તેમનું હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

4. ઘઉં અને ચણાનો લોટ પણ છે તેનો ઈલાજ:
ઘઉં અને ચણાના લોટને થોડો થોડો લઇ તેની રોટલી બનાવી લેવી. હવે આ રોટલીને બહુ જ સારી રીતે ચાવીને ખાવી જેનાથી પણ તમને હાઈ બ્લડ પ્રેશરમાં ખુબ જ લાભ થશે.

5. મેથી પણ છે ખુબ જ કારગર:
3 ગ્રામ મેથીનો પાઉડર બનાવીને સવાર સાંજ 15 દિવસ સુધી લેવાથી હાઈ બ્લડ પ્રેશરમાંથી છુટકારો મળે છે. ડાયાબિટીઝમાં પણ આ કારગર સાબિત થાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.