આ વ્યક્તિએ ઇન્ડિયન કરન્સી સાથે ખેંચી એવી એવી તસવીરો કે લોકો પણ બોલ્યા…”ભાઈ આ તો ગજબની જાણકારી છે…”, જુઓ તમે પણ

ભારતીય ચલણી નોટો પાછળ બતાવવામાં આવતા ચિત્રો કઈ જગ્યાના છે જોયા છે ? જુઓ આ ભાઈએ બધી જ તસવીરો શેર કરી, લોકો પણ થયા ફેન

Monuments Of India On Currency Notes : આપણા દેશમાં ઘણા એવા લોકો છે જેમની પાસે અલગ અલગ પ્રકારના ટેલેન્ટ હોય છે અને આ ટેલેન્ટને હવે તે સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાને પણ બતાવતા હોય છે. ઘણીવાર કેટલાક લોકોના એવા એવા ટેલેન્ટ સામે આવે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. તો ઘણીવાર કોઈ એવી માહિતી પીરસી દે છે જે ખુબ જ કામની પણ હોય છે.

ત્યારે હાલ એક એવી જ માહિતી વાયરલ થઇ રહી છે. ભારત સરકાર વિવિધ માધ્યમો દ્વારા આપણા દેશની સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, જેના માટે તે મ્યુઝિયમ, સ્ટેમ્પ, સિક્કા, ચલણી નોટો અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરે છે. હા, ચલણી નોટો પણ. તમારામાંથી ઘણાને આ વાતની જાણ પણ હશે. પરંતુ શું તમે ક્યારેય આ ચલણી નોટોને નજીકથી જોઈ છે? જો નહીં, તો પછી જુઓ.

જ્યારે મહાત્મા ગાંધી ચલણી નોટની આગળની બાજુએ તેમનું મિલિયન ડોલરનું સ્મિત ફેલાવે છે, તો પાછળની બાજુએ ઐતિહાસિક સ્થાનો છાપવામાં આવે છે. અમને ટ્વિટર પર એક થ્રેડ મળ્યો છે, જેમાં ઐતિહાસિક સ્થળો સાથેની આપણી નવી ચલણી નોટોની તસવીર છે. 28 એપ્રિલના રોજ, Twitter યુઝર @desi_thug1 આ થ્રેડ પોસ્ટ કર્યો અને લખ્યું “ભારતીય ચલણી નોટો પર છપાયેલા ઐતિહાસિક સ્મારકો…. ”

પોસ્ટ શેર કરતી વખતે કેપ્શનમાં તેની સાથે જોડાયેલી માહિતી આપવામાં આવી છે. આ પોસ્ટ જે પણ યુઝર્સે જોઈ તે તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ થ્રેડને પોસ્ટ કરીને, ટ્વિટર યુઝરે લખ્યું, ‘ભારતીય ચલણી નોટો પર છપાયેલું ઐતિહાસિક સ્મારક.’ તો ઘણા લોકો આ ભાઈ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોને ખુબ જ રસપ્રદ અને જાણવા જેવી માહિતી પણ કહી રહ્યા છે.

Niraj Patel