લિપલોક કરી ખરાબ રીતે ફસાઇ હિના ખાન, વીડિયો જોઇ ભડક્યા ટ્રોલર્સ, બોલ્યા- બેશરમ ઔરત…
Hina Khan locks lips with beau Rocky : ટીવીની ખૂબસુરત અને પોપ્યુલર એક્ટ્રેસ હિનાh ખાન તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. હિના ખાન વર્ષોથી રોકી જયસવાલને ડેટ કરી રહી છે. બંને વચ્ચેના સંબંધોની શરૂઆત ત્યારે થઈ જ્યારે હિના સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જોવા મળી હતી. હિના અને રોકીની મુલાકાત આ સીરિયલના સેટ પર જ થઈ હતી. અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ વિશે ક્યારેય ચાહકોથી છુપાવ્યું નથી. તે ઘણીવાર રોકી પર પ્રેમ વરસાવતી જોવા મળે છે,
પરંતુ આ વખતે હિના અને રોકીનો રોમાંસ અભિનેત્રી માટે ખૂબ જ ભારે સાબિત થયો. હિના ખાનને તેના બોયફ્રેન્ડ સાથે જાહેરમાં રોમાન્સ કરવાનું ભારે પડ્યુ છે. અભિનેત્રીને હવે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. હિના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી એરપોર્ટથી બહાર આવતી જોવા મળી રહી છે. હિના હાલમાં જ શ્રીનગરથી પરત આવી છે અને તે વીડિયોમાં આ વિશે વાત કરતી પણ જોવા મળી રહી છે.
વીડિયોમાં તે પહેલા પેપરાજીને કહે છે કે શ્રીનગરનું હવામાન ખૂબ જ સરસ છે. વીડિયોમાં હિના તેના બોયફ્રેન્ડ રોકી સાથે પોઝ પણ આપતી જોવા મળે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. જો કે, આ પછી તે અચાનક જ રોકી સાથે વાત કરતી વખતે તેને કિસ કરી દે છે. હિના અને રોકીની આ ક્ષણ પેપરાજી તેમના કેમેરામાં કેદ કરી લે છે. જે બાદ આ વીડિયો હવે આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
હિના ખાન અને રોકી જયસવાલનો કિસ વીડિયો જોયા બાદ લોકો ગુસ્સે થઇ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તે નામથી મુસ્લિમ છે, તેને આ બધું કરવું હતું, તો શા માટે તે ઉમરાહ માટે ગઈ.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ લોકો ઉમરાહ એવી રીતે જાય છે કે તેમના સિવાય બીજો કોઈ સાચો મુસ્લિમ નથી અને પછી આવી હરકતો કરે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઉમરાહ અને હજ માત્ર એક ફેશન બની ગઈ છે.’
જણાવી દઈએ કે થોડા સમય પહેલા હિના ખાન ઉમરાહ પર ગઈ હતી. ત્યારબાદ અભિનેત્રીએ ત્યાંથી તસવીરો શેર કરી, જેના પર તે ઘણી ટ્રોલ પણ થઈ હતી. જણાવી દઈએ કે હિના ખાને પોપ્યુલર શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેનું પાત્ર ‘અક્ષરા’ આજે પણ લોકોમાં પ્રિય છે.
View this post on Instagram
આ પછી વર્ષ 2017માં તેણે બિગ બોસ 11માં ભાગ લીધો અને પ્રથમ રનર અપ બની. તે ખતરો કે ખિલાડી 8માં પણ ભાગ લઇ ચૂકી છે. હિનાએ કસૌટી ઝિંદગી કી-2માં કોમોલિકાનું લોકપ્રિય પાત્ર પણ ભજવ્યું હતું. તે ઘણા OTT શોનો ભાગ રહી ચુકી છે.
View this post on Instagram