ખુશખબરી: ‘દ્રશ્યમ’ એક્ટ્રેસના હાલ સારા દિવસો જઈ રહ્યા છે, ફ્લોન્ટ કર્યો બેબી બંપ- જુઓ ક્યૂટ તસવીરો

Ishita Dutta Photoshoot : બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તા આ દિવસોમાં પ્રેગ્નેટ છે અને તે અવાર નવાર તેના સોશિયલ મીડિયા પર તેની બેબી બંપની તસવીરો શેર કરી હેડલાઇન્સ બનાવી રહી છે. ત્યારે ટીવીથી લઈને ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી ઈશિતા પોતાના પહેલા બાળકને જન્મ આપવાની આતુરતાથી રાહ જોઈ રહી છે.

બાળકના જન્મ પહેલા જ અભિનેત્રીએ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. જો કે, આ વખતે તેણે તેના સોલો પ્રેગ્નેંસી ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઈશિતા દત્તા લવંડર ઑફ-શોલ્ડર ડ્રેસમાં ફ્લોરલ સેટિંગની વચ્ચે બેઠેલી જોવા મળે છે. ઈશિતા તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

પોતાની ઘણી સુંદર તસવીરો શેર કરતા ઈશિતાએ કેપ્શનમાં પ્રેમ લખ્યું છે. આ સાથે તેણે પોતાની જાતને લવંડર કલર માટે ઓબસેસ્ડ પણ ગણાવી. આ પહેલા તેણે એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે, હું તમારી રાહ જોઈ રહી છું. તસવીરોની વાત કરીએ તો ઈશિતાએ ફેરી ટેલ વાળી થીમ અપનાવી છે. તેની પાછળ ઘણા ફૂલો અને લીલું ઘાસ દેખાય છે.

જે તેના આઉટફિટ સાથે ખૂબ જ સારી રીતે મેચ કરે છે. તસવીરોમાં ઈશિતા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો પહેલા અભિનેત્રીએ તેના બેબી શાવરની તસવીરો શેર કરી હતી. જેમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલથી લઇને ઇશિતાની બહેન તનુશ્રી દત્તા સિવાય પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો જોવા મળ્યા હતા.

આ તસવીરો જોયા બાદ ફેન્સ તેના લુક અને સુંદરતાના વખાણ કરતા જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, ઇશિતા દત્તા અને તેનો પતિ વત્સલ સેઠ તેમના પ્રથમ બાળકના આગમનની રાહ જોઈ રહ્યા છે. વત્સલ અને ઈશિતાની જોડી પર ચાહકોએ હંમેશા પ્રેમ વરસાવ્યો છે. આવી સ્થિતિમાં આ કપલને માતા-પિતા બનતા જોઈને તેમના ફેન્સ પણ ખૂબ જ ખુશ છે.

ઈશિતા દત્તા પ્રેગ્નન્ટ થયા બાદ ઘણીવાર પતિ સાથે સ્પોટ થઇ છે. ઈશિતા અને વત્સલના લગ્ન વર્ષ 2017માં થયા હતા. ત્યારે આ કપલ હવે લગ્નના 6 વર્ષ બાદ પહેલીવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. ઈશિતા છેલ્લે અજય દેવગનની સુપરહિટ ફિલ્મ ‘દ્રશ્યમ 2’માં જોવા મળી હતી. ઈશિતા દત્તાના પતિ વત્સલ સેઠ પણ બોલિવૂડ એક્ટર છે.

 

View this post on Instagram

 

A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

Shah Jina