થોડી તો શરમ કર…રમજાન પહેલા ઉમરાહ કરવા મક્કા પહોંચી હિના ખાનને જોઇ ભડક્યા લોકો !
22 માર્ચથી રમજાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે. ત્યારે આ વચ્ચે ટીવીની જાણીતી અભિનેત્રી હિના ખાન પોતાના પ્રથમ ઉમરાહ માટે મક્કા પહોંચી ગઈ છે. પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પહેલા તે ત્યાં ગઈ હતી. તેણે પોતાની ખુશી વ્યક્ત કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. હિનાનો આ પહેલો ઉમરાહ છે, તેથી તે આ પવિત્ર યાત્રા માટે ખૂબ જ ખુશ હતી. સોશિયલ મીડિયા પર ઉમરાહ માટે જતા સમયે પોસ્ટ શેર કરતી વખતે, હિનાએ પોતે જ તેના પ્રવાસ વિશે માહિતી આપી હતી.
ફોટો શેર કરતા હિનાએ લખ્યું- હું મારા પહેલા ઉમરાહની રાહ જોઈ રહી છું. ખૂબ ખુશ અને આભારી. શેર કરેલી તસવીરોમાં હિના સફેદ સૂટ અને હિજાબમાં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે મક્કા પહોંચી ત્યાંથી પણ તસવીરો શેર કરી હતી. હિનાના ચાહકોએ તસવીરો પર અને હિનાએ શેર કરેલા વીડિયો પર માશાલ્લાહ કોમેન્ટ કરી હતી. એકે લખ્યું, સરસ વીડિયો, ગમ્યો. અન્ય એકે ફેલખ્યુ, માશાલ્લાહ! ખૂબ ખૂબ અભિનંદન, અલ્લાહ કુબૂલ કરે. જ્યાં એક તરફ ઘણા યુઝર્સ હિના ખાનને અભિનંદન આપી રહ્યા છે,
તો કેટલાક યુઝર્સ તેને આને લઇને ટ્રોલ કરી રહ્યા છે. જો તમે વિચારી રહ્યા હોવ કે લોકો હિના ખાન પર ગુસ્સે કેમ થયા ? તો જણાવી દઈએ કે હિના ખાનના કપડા જોઈને લોકો ગુસ્સામાં છે. તેણે થોડો પારદર્શક સૂટ પહેર્યો છે અને તે લોકોને પરેશાન કરી રહ્યો છે. લોકો હિના ખાનને ખૂબ ટોણા મારી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આવો ડ્રેસ પહેરીને તમે હજ પર કેવી રીતે જઈ શકો?’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘તમે આવા હળવા કપડા પહેરીને ઉમરાહ કરવા ગયા છો, થોડી શરમ કરો.’
હિના ખાનના વીડિયો પર એક યુઝરે લખ્યું કે, શું મતલબ, આખું વર્ષ મોડલ બનીને ફરતી રહી, પછી એક દિવસ પ્રાર્થનાની ઈચ્છા થઈ ગઈ.” અન્ય એકે લખ્યુ, જો તમે તમારી પૂજા સ્વીકાર કરાવવા માંગો છો, તો બોલિવૂડ અને ટીવી છોડી દો. એક ઉમરા કરવાથી પાપો માફ નહીં થાય. જણાવી દઇએ કે, હાલમાં જ હિના ખાને ટીવી ઈન્ડસ્ટ્રીમાં 14 વર્ષ પૂરા કર્યા છે. તેણે ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ શોથી તે અક્ષરાના પાત્રમાં ઘરે-ઘરે જાણિતી બની હતી. હિના લગભગ 7 વર્ષ સુધી આ શોનો ભાગ રહી હતી. આ સિવાય હિના કસૌટી ઝિંદગી કી, નાગિન 5, બિગ બોસ સીઝન 14 અને ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી છે. આ સિવાય તેણે OTT અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી ઉપરાંત, હિના કાન્સ ફેસ્ટિવલ સહિત ઘણા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જોવા મળી છે,
જ્યાં તેના ગ્લેમરસ લુકને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. કરિયર વિશે વાતચીત દરમિયાન હિનાએ કહ્યું હતુ કે- ‘મારી સાથે જે પણ થયું તે પરમાત્માની ઈચ્છા હતી. મારા જેવા કોઈ વ્યક્તિ માટે, જે કોઈ પણ ગોડફાધર વિના ઈન્ડસ્ટ્રીમાં આવ્યો છે, આ બધી વસ્તુઓ ખૂબ જ ખાસ છે અને હું દરેક વસ્તુ માટે આભારી છું.
View this post on Instagram