સતીશ કૌશિકને યાદ કરી ભાવુક થયા અનુપમ ખેર, કહ્યુ- અલવિદા મારા દોસ્ત, જા તને માફ કર્યો…

અલવિદા દોસ્ત…જા તને માફ કર્યો, અનુપમ ખેરે જિગરી મિત્ર સતીશ કૌશિકને આવી રીતે આપી અંતિમ વિદાય

બોલિવૂડ એક્ટર અને ડાયરેક્ટર સતીશ કૌશિકનું 9 માર્ચે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ત્યારે હાલમાં જ મુંબઈમાં તેમના પરિવારે દિવંગત અભિનેતા માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેમાં ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. ત્યાં અભિનેતાના સૌથી નજીકના મિત્ર અને જિગરી યાર એવા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને અભિનેતાને ફરી એકવાર યાદ કર્યા. સતીશના નિધન બાદથી અનુપમ ખેર સતત પોસ્ટ શેર કરીને પોતાનું દર્દ વ્યક્ત કરી રહ્યા છે.

અનુપમ ખેરે પ્રાર્થના સભા દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં અનુપમ ખેર દિવંગત અભિનેતાની તસવીર સામે ફૂલ અર્પણ કરતા જોવા મળે છે. આ દરમિયાન તેમના ચહેરા પર ઉદાસી સ્પષ્ટપણે જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે તેમણે ઈમોશનલ નોટ પણ લખી છે. અનુપમ ખેરે આ વીડિયો સાથે લખ્યું- ‘જા ! તને માફ કર્યો ! મને એકલો છોડી દેવા માટે! હું તને લોકોના હાસ્યમાં ચોક્કસપણે શોધીશ. પણ આપણી દોસ્તી રોજ મિસ થશે ! અલવિદા મારા દોસ્ત. બેકગ્રાઉન્ડમાં તારુ મનપસંદ ગીત લગાવ્યુ છે. તું પણ યાદ રાખીશ ?

જણાવી દઇએ કે વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની’ ગીત વાગી રહ્યું છે. અનુપમનો આ વીડિયો જોઈને ફેન્સ ફરી એકવાર ભાવુક થઈ ગયા અને કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું, ‘દોસ્ત હો તો ઐસા’. જ્યારે બીજાએ લખ્યું, “તેના કેલેન્ડર રોલને ક્યારેય ભૂલી શકતો નથી.” જણાવી દઈએ કે સતીશ કૌશિક અને અનુપમ ખેર વચ્ચે લગભગ ચાર દાયકા જૂની મિત્રતા હતી. અનુપમ ખેર મિત્રની અચાનક વિદાયથી ઊંડા આઘાતમાં છે.

20 માર્ચે મુંબઈમાં તેમના માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. પ્રાર્થના સભામાં જાવેદ અખ્તર, ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી, ડેવિડ ધવન, મનીષ પોલ, અનુપમ ખેર, રાજેશ ખટ્ટર, વિદ્યા બાલન, બોની કપૂર સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, દિવંગત અભિનેતા સતીશ કૌશિકનું 9 માર્ચે દિલ્હીમાં હાર્ટ એટેકના કારણે 66 વર્ષની વયે નિધન થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

Shah Jina