‘તારક મહેતા…’ની રીટા રીપોર્ટર હવે 4 વર્ષના લાંબા ગાળા બાદ કરવા જઇ રહી છે વાપસી ! સ્ટાર પ્લસના આ પોપ્યુલર શોમાં મળશે જોવા

‘તારક મહેતા’ની રીટા રીપોર્ટરે 4 વર્ષ બાદ કરી ટીવી પર વાપસી, ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’માં નિભાવશે મહત્વનું પાત્ર

ટીવી શો ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ શરૂ થયો ત્યારથી TRP લિસ્ટમાં ટોપ 5માં છે. આ શોને પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. શોમાં દરરોજ નવા ટ્વીસ્ટ અને ટર્ન જોવા મળે છે. હવે કહાનીમાં વધુ એક નવો વળાંક આવવાનો છે. કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાની હવે આ શોમાં એન્ટ્રી થવાની છે. પ્રિયા આહુજા છેલ્લા 4 વર્ષથી પડદાથી દૂર છે. આ દરમિયાન તે સમયાંતરે તારક મહેતામાં દેખાઈ છે,

પરંતુ ક્યારેક-ક્યારેક. હવે તે ગુમ હૈ કિસીકે પ્યાર મેં સાથે ડેઈલી સોપમાં વાપસી કરવા જઇ રહી છે. આ શોમાં તે સત્યાની બહેનની ભૂમિકા ભજવશે, જેએક લાવણી ડાન્સર છે. જોકે રસપ્રદ વાત એ છે કે પ્રિયાએ રિયલ લાઈફમાં ક્યારેય લાવણી ડાન્સ કર્યો નથી. જોકે, તે આ પાત્ર માટે ખૂબ જ ઉત્સાહિત છે. પ્રિયા આહુજાએ ટીવીમાં તેના યોગ્ય પુનરાગમન અંગે ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું, હું 4 વર્ષ પછી ડેઈલી સોપમાં પુનરાગમન કરી રહી છું અને તેના માટે હું ખૂબ જ ખુશ છું.

આટલા મોટા શોનો ભાગ બનવા કરતાં વધુ સારું શું હોઈ શકે.” ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની ટીમ વિશે પ્રિયાએ કહ્યું, “હું ક્યારેય સંપૂર્ણ બ્રેક પર નહોતી, કારણ કે હું ક્યારેક ક્યારેક ‘તારક મહેતા’ સાથે શૂટિંગ કરતી હતી. એટલા માટે કેમેરા સામે નર્વસનેસ ન હતી. જો કે, 4 વર્ષ પછી આ મારો પહેલો ડેઈલી સોપ છે, તેથી થોડું ટેન્શન હતું. ટીમ ઘણી સારી છે. જણાવી દઇએ કે, પ્રિયા આહુજાએ TMKOC ના ભૂતપૂર્વ ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે,

આ લગ્નથી તેને સાડા ત્રણ વર્ષનો અરદાસ નામનો પુત્ર છે. પ્રિયાની ગેરહાજરીમાં તેનો પતિ તેના પુત્રની જવાબદારી સંભાળી રહ્યો છે. અભિનેત્રીએ કહ્યું, “મારા પતિ માલવ માની ફરજો નિભાવે છે. હું જે કરતી હતી તે હવે તે કરી રહ્યા છે. હું દિવસમાં એકવાર મારા પુત્રને વિડિયો કૉલ કરું છું કારણ કે અમે તેને ફોનથી દૂર રાખીએ છીએ. બાકી, હું હંમેશા માલવ સાથે પુત્રની ખબર-અંતર પૂછવા સંપર્કમાં રહું છું.

Shah Jina