હોંશ ઉડાવી દેવા માટે ઘણો છે હિના ખાનનો ગ્લેમરસ અવતાર, સિતારોથી જડેલી સાડીમાં લાગી અપ્સરા જેવી હસીન

હિના ખાને દેસી ગર્લ બની વરસાવ્યો કહેર, તસવીરો જોઇ ચાહકો બોલ્યા- સુપરથી પણ ઉપર

ટીવીની ખૂબસુરત અદાકારા હિના ખાન તેના લુક્સને લઇને ચર્ચામાં રહે છે. અભિનેત્રી જે લુક પણ કેરી કરે છે, તેમાં પરફેક્ટ લાગે છે. હિના ખાન ઘણીવાર તેના અલગ અલગ લુક્સથી ચાહકોને મોહિત કરતી રહે છે. તેની ખૂબસુરતીથી લઇને ફિટનેસ અને તેના અલગ અલગ આઉટફિટ પહેરવાની રીત સુધી ચાહકોને ઘણુ પસંદ આવે છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે.

હિના ખાને હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હસીન લાગી રહી છે. આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ છે. હિના ખાન સક્વિન સાડીમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. પરિણિત મહિલાઓ સાથે જ અનમેરિડ ગર્લ્સ પણ ફંકશનમાં આ સાડીમાં પોતાનો સ્વેગ બતાવી રહી છે.

હિના ખાન અને ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટમાં પોતાનો જલવો બતાવતી રહે છે. હિના આ સાડીમાં દેસી ગર્લ લાગી રહી છે. તસવીરોમાં અભિનેત્રીએ સિતારો વાળી સાડી પહેરી છે. અભિનેત્રી બધી તસવીરોમાં અલગ અલગ પોઝ આપી રહી છે. તમને જણાવી દઇએ કે, હિના ખાનની આ સાડીને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી છે.

ઝીની અને સ્ટાર્સ જડેલ આ લાઇટ પિંક કલરની સાડીમાં હિના ખાનના હુસ્નની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. હિનાએ તેના લુકને સુપર હોટ બનાવવા અને પોતાની પ્રાકૃતિક ખૂબસુરતીને નિખારવા માટે જ્વેલરી અને મિનિમલ મેકઅપનો સહારો લીધો છે. તેણે એક નેકપીસ પહેર્યો છે અને તેણે તેના મેકઅપને એકદમ નેચરલ રાખ્યો છે.

એકદમ નોર્મલ મેકઅપનો ઉપયોગ કરતા હિનાએ તેના લુકમાં આઇ એકરૂપતાને તોડવા માટે પીચ-પિંક આઇ શેડો સાથે સી-ગ્રીન આઇશેડોને સ્મજ કરી છે. આંખોની અંદરની કિનારો પર સી-ગ્રીન આઇશેડોનો હલ્કો ટચ આપ્યો છે, જે લુકમાં ગ્લેમર એડ કરી રહ્યો છે.

હિના ખાન ચાહકોના દિલ પર રાજ કરે છે. “યે રિશ્તા કયા કહેલાતા હે” શોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર હિનાની એક ઝલક મેળવવા માટે ચાહકો આજે પણ બેકરાર રહેતા હોય છે. હિના એક એવી અભિનેત્રી છે જે સાડીથી લઇને બધા જ આઉટફિટમાં તેના હુસ્નનો જલવો વિખેરે છે.

હિના ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો, તે તેની અપકમિંગ ફિલ્મ “લાઇન્સ”ને લઇને ચર્ચામાં છે. 2 વર્ષ પહેલા આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ થયુ હતુ. આ ઉપરાંત તે ઇંડો-હોલિવડ ફિલ્મ “કંટ્રી ઓફ બ્લાઇંડ”માં જોવા મળશે. ફિલ્મમાં હિના દિવ્યાંગ છોકરીની ભૂમિકા નિભાવી રહી છે.

હિના ખાન સિદ્ધાર્થ શુકલા અને ગૌહર ખાન સાથે “બિગબોસ 14″માં તોફાની સિનિયર રૂપમાં જોવા મળી હતી. હાલમાં જ થોડા સમય પહેલા તેનું ગીત “બારિશ બન જાના” રીલિઝ થયુ છે. જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યુ. હવે તે સોશિયલ મીડિયા પર તેના સ્ટાઇલિશ અંદાજથી લોકોને દીવાના બનાવી રહી છે.

Shah Jina