કોરોના કાળનું માસ્ક બન્યું પરીક્ષામાં ચોરી કરવાનું હથિયાર, એવું ભેજું લગાવ્યું હતું કે જોઈને પોલીસ પણ માથું ખંજોળતી રહી ગઈ

વિધાર્થીઓને સૌથી મોટી ચિંતા પરીક્ષાની હોય છે, આખા વર્ષ દરમિયાન ભણ્યા હોય પરંતુ પરીક્ષામાં શું પૂછશે તે કોઈને જાણ નથી હોતી, ત્યારે પરીક્ષામાં ચોરી કરવા માટે લોકો અલગ અલગ નુસખાઓ અપનાવતા હોય છે. સોશિયલ મીડિયામાં પરીક્ષાની અંદર ચોરી કરતા વિધાર્થીઓની તસવીરો અને વીડીયો સામે આવતા હોય છે તે જોઈને જ હેરાન રહી જઈએ.

ત્યારે હાલ એવો જ એક કિસ્સો ખુબ જ ચર્ચામાં છે, જેમાં માસ્ક દ્વારા ચોરી કરવામાં આવી રહી હતી. કોરોના કાળની અંદર માસ્ક હવે ફરજીયાત બની ગયું છે, જાહેર રસ્તાઓ ઉપર અને જાહેર જગ્યાઓ ઉપર માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે, ત્યારે એક વિધાર્થીએ ચોરી કરવા માટે માસ્કને જ પોતાનું હથિયાર બનાવી દીધું.

આ ઘટના ત્યારે બની જયારે પુણે અને પીમ્પરી-ચિંચવાડ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ગત શુક્રવારના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાની અંદર એક હાઈટેક મુન્નાભાઈ એટલે કે ચોરી કરનારને પોલીસ પરીક્ષા સેન્ટરમાં પ્રવેશતા પહેલા જ પકડી લીધો. તેની ચોરી કરવા માટેની રીત જોઈને પોલીસ પણ હેરાન રહી ગઈ.

આ વ્યક્તિ માસ્કની અંદર એક હીયરીંગ ડિવાઈઝ લગાવ્યું હતું. આ ડિવાઈઝમાં એક બેટરી, એક કેમરો અને એક સીમકાર્ડ સેટ ઇનબિલ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તે વ્યક્તિ ફોટો લેવાના બહાને ત્યાંથી ભાગી નીકળ્યો. હાલમાં તેની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના હિંજેવાડી બ્લુ રિચ સેન્ટરની છે.

આ ઘટના અંગે કમિશ્નરે જણાવ્યું કે અમે આ પ્રકારની ચોરી માટે એક અલગ ટીમ બનાવી હતી. ટીમ ચેકિંગની સાથે-સાથે તેનું વીડિયો શુટ પણ કરી રહી હતી અને તે દરમિયાન જ અમે આ હાઈટેક મુન્નાભાઈને ઝડપ્યો. માસ્ક જોઈને ચેકિંગ માટે ઘટનાસ્થળે ઉભેલા એક કોન્સ્ટેબલને શંકા ગઈ અને આરોપીને રોકી લીધો હતો. અમે લેખિત પરીક્ષા પહેલા અંદર જતા આરોપીને અટકાવ્યો હતો અને જો શંકા જતા માસ્ક ઉતારવા જણાવ્યું હતું.

ત્યારબાદ તેણે એડમિટ કાર્ડમાં ફોટો લગાવા અને પેન લાવવાનું બહાનું કાઢીને ત્યાથી ચાલી ગયો હતો. જ્યારે તે લાંબા સમય સુધી ન આવ્યો તો ડ્યૂટી પર હાજર એક સબ ઈન્સપેક્ટરને તેના માસ્કને સ્પર્શ કર્યો તો તે હાર્ડ નજરે આવ્યું. ત્યાર બાદ માસ્કની અંદરની લેયરને હટાવ્યું અને તેના અંદર એક મોબાઈલ ફોન પેનલ બેટરી સાથે ફિટ હતો.

Niraj Patel