પોતાની લક્ઝુરિયસ કાર છોડીને સામાન્ય માણસની જેમ મેટ્રો અને રિક્ષામાં નીકળી ગઈ દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની, ચાહકોના પણ જોઈને ઉડ્યા હોંશ

પહેલીવાર મેટ્રોમાં સફર કરવા માટે પહોંચી હેમા માલિની, દરવાજો જોઈને એક ભાઈને પૂછ્યું, “આ દરવાજા કેમના ખુલશે ?”, જુઓ વીડિયો

બોલીવુડના સિતારાઓની ચમકધમક તો આપણે જોઈએ છીએ. ફિલ્મો ઉપરાંત જાહેરાતો દ્વારા પણ સેલેબ્રિટીઓ સારી એવી કમાણી કરતા હોય છે અને તેમની ફીસ પણ કરોડોમાં હોય છે. ત્યારે આ આવકથી તેઓ ખુબ જ આલીશાન લાઈફ પણ જીવે છે. તેમની પાસે એકથી એક મોંઘીદાટ ગાડીઓ પણ જોવા મળે છે.

સાથે જ સેલેબ્રિટીઓનો ક્રેઝ પણ એવો છે કે તે જાહેરમાં પણ જઈ શકતા નથી, કારણ કે ચાહકોના ટોળા તેમને ઘેરી વળતા હોય છે અને તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી પણ કરતા હોય છે. તમે ઘણા સેલેબ્સને મુવી પ્રમોશન કે કોઈ અન્ય કારણે રીક્ષામાં કે ટ્રેનમાં મુસાફરી કરતા જોયા હશે. પરંતુ હાલમાં જ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી.

હેમા માલિની હાલ ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ તે અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હેમા માલિની પોતાના જીવન સાથે જોડાયેલી અપડેટ પણ શેર કરવાનું ક્યારેય ચૂકતી નથી.

હાલમાં જ હેમા માલિનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો અને વીડિયોમાં અભિનેત્રી લક્ઝરી વાહનો છોડીને મેટ્રોમાં અને ટ્રેનમાં મુસાફરી કરતી જોવા મળે છે. જે જોઈને સામાન્ય લોકો પણ હેરાન રહી ગયા.

અભિનેત્રીએ ટ્વિટર પર લખ્યું કે “મને કાર દ્વારા મુંબઈના ઉપનગર દહિસર પહોંચવામાં બે કલાક લાગ્યા. આ પ્રવાસ પણ એકદમ ‘કંટાળાજનક’ હતો. જે બાદ મેં કારને બદલે મેટ્રોમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. જેના કારણે હું અડધા કલાકમાં મારા નિર્ધારિત સ્થળ પર પહોંચી ગઈ. આ સાથે અભિનેત્રીએ ઘણા વીડિયો અને તસવીરો પણ શેર કરી છે.”

આ તસ્વીરોમાં અભિનેત્રી ગુલાબી શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆતમાં હેમા સ્ટેશન પર મેટ્રોની રાહ જોતી જોવા મળે છે. બીજી બાજુ, જ્યારે મેટ્રો થોડીવાર પછી ત્યાં પહોંચે છે, ત્યારે અભિનેત્રી તેના દરવાજા જોઈને કંઈક અંશે આશ્ચર્યચકિત દેખાય છે.

આ પછી હેમા માલિની વીડિયો બનાવનાર વ્યક્તિને પૂછે છે, “આ દરવાજા કેવી રીતે ખુલશે? ” જેના બાદ જ્યારે હેમા મેટ્રોની અંદર ગઈ તો ત્યાં હાજર લોકો એક્ટ્રેસને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને એક પછી એક પોતાના ગમતા સેલેબ્સ સાથે તસવીરો ક્લિક પણ કરાવવા લાગ્યા, હેમા માલિનીએ પણ હસતાં મોઢે બધા સાથે સેલ્ફી લીધી.

મેટ્રોની સફર બાદ અભિનેત્રીએ ઓટોમાં પણ મુસાફરી કરી હતી. હેમા માલિનીએ ડીએમ નગરથી જુહુ સુધીનો પ્રવાસ કર્યો. હેમા માલિનીએ લખ્યું કે જ્યારે તે પોતાના ઘરે ઓટોમાંથી નીચે ઉતરી ત્યારે સુરક્ષાકર્મીઓ ચોંકી ગયા હતા. તેણે વીડિયો સાથે પોસ્ટ કર્યું છે.”મેં આ વીડિયો ઓટોની અંદરથી શૂટ કર્યો છે. મેં મારી જાતને સારી રીતે માણી’

Niraj Patel