ફલાઇંગ ઢોસા બાદ બજારમાં આવી હેલીકૉપ્ટર ભેળ, લારીવાળાએ એવી ફેરવી ફેરવીને બનાવી કે અંદરથી નીકળવા લાગ્યા તણખા, જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર ફૂડ બ્લોગીંગને લઈને ઘણા બધા વીડિયો તમે જોયા હશે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. થોડા સમય પહેલા જ ઇન્ટરનેટ ઉપર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ ફલાઇંગ ઢોસા બનાવતો જોવા મળ્યો હતો, ત્યારે હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એવી રીતે ભેળ બનાવે છે જેને જોઈને લોકો તેને હેલીકૉપ્ટર ભેળ કહી રહ્યા છે.

આ વીડિયોમાં તમે એક વ્યક્તિને ભેલ પુરી બનાવતા જોઈ શકો છો. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે તણખા પહેલાથી જ જોઈ શકાય છે. થોડી વધુ મિનિટો અને આ ભેળમાંથી વીજળી ઉત્પન્ન થશે. હવે આ વીડિયો જોયા બાદ લોકો આ ભેળને હેલિકોપ્ટર ભેળ નામ આપી રહ્યા છે. આ નામ પાછળનું કારણ ભેળ બનાવવાની વ્યક્તિની ઝડપ છે. થોડી જ વારમાં વ્યક્તિ ભેળ બનાવે છે અને સર્વ પણ કરે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, હજારો લોકોએ આ વીડિયોને જોયો અને પસંદ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં પણ ઘણા લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. સાથે જ લોકો આવી ભેળ પુરી પહેલીવાર જોઈ હોવાનું પણ જણાવી રહ્યા છે.

Niraj Patel