ગર્લફ્રેન્ડને બનાવી કામવાળી! રસોડામાં જઈ કરી નાખ્યો કાંડ, ઘરના લોકો જોઈ જતાં ખૂલી ગઈ પોલ, પછી..

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક આપણને કેટલાક રમુજી તો ક્યારેક વિચિત્ર વીડિયો જોવા મળે છે. બાળકો હોય કે વડીલો, દરેક વ્યક્તિ રીલ્સ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. ઘણા ફની વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, અનેક વીડિયો સ્ક્રિપ્ટેડ છે, પરંતુ હાસ્ય માટે ખૂબ જ સારા હોય છે. આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે, જે લોકોને હસાવવા મજબૂર કરી રહ્યો છે. આ વીડિયોમાં, એક છોકરો તેની ગર્લફ્રેન્ડને “નોકરાણી” બનાવીને ઘરે લાવે છે, પરંતુ તેની હરકત જોઈ પરિવાર શોક થઈ જાય છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે છોકરો એક છોકરીને કામવાળી તરીકે ધરે લઈને આવે છે. પછી પરિવારમાં બધાને કહે છે કે તે કામવાળીને લઈને આવ્યો છે, પરિવારના સભ્યોને ખાતરી થાય તે માટે, તે છોકરીને વાસણ ધોવાનું કહે છે, અને છોકરી વાસણ ધોવાનું શરૂ કરે છે. પણ અચાનક છોકરો કંઈક એવું કરે છે જેનાથી આખા પરિવારને શંકા જાય છે અને તેઓ પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે છોકરીની હરકતથી છોકરાની માતા અને બહેનને ગુસ્સો આવે છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે છોકરો તેની ગર્લફ્રેન્ડની ખૂબ નજીક જવા લાગે છે, જેને તે કામવાળી તરીકે ઘરે લાવ્યો હતો, તે પરિવારના સભ્યોની સામે જ તેની નજીક આવી જાય છે. બધું સરસ હતું, પણ જ્યારે છોકરો છોકરીના ગાલ પર કિસ કરે છે, ત્યારે તેની માતા જોઈ જે છે અને પૂછે છે કે તે કોને ઘરે લાવ્યો છે. છોકરો જવાબ આપે છે કે તે કામવાળી છે, પણ તેની માતા કહે છે કે તે કામવાળી જેવી લાગતી નથી. છોકરો પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના પરિવારના સભ્યોના પ્રશ્નોથી બચી શકતો નથી. આ વીડિયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો હોય. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોના આધારે બનાવવામાં આવ્યા છે.આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહયા છે.

Raina
error: Unable To Copy Protected Content!