વરરાજાની મોજડી ચોરવા માટે આટલી મોટી ઉથલ પાથલ ? આવી ઘટના આજ પહેલા પણ તમે ક્યારેય નહીં જોઈ હોય, જુઓ વીડિયો

આપણે ત્યાં લગ્નની અંદર અલગ અલગ રિવાજ થતા જોવા મળે છે, ત્યારે ઘણી બધી જગ્યાએ આ બધા રિવાજો અલગ અલગ રીતે નિભાવવામાં આવે છે, પરંતુ સાસરીપક્ષ દ્વારા વરરાજાની મોજડી ચોરવાની પ્રથા તો વર્ષોથી ચાલી આવે છે. ઘણી સાળીઓ અને સાળાઓ તેમના જીજાજીની મોજડી સંતાડતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વરરાજાની મોજડી સંતાડવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, પરંતુ આવી ઘટના આજ પહેલા તમે પણ ક્યારેય નહીં જોઈ હોય.

ઘણીવાર જોયું છે કે મોજડી સંતાડવાની પ્રથામાં ઘણીવાર બે પક્ષ સામસામે પણ આવી જાય છે.કંઈક આવું જ આ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે. જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે મોજડી ચોરવા સમયે બંને પક્ષના પરિવારો એકબીજા સાથે ભીડાઈ જાય છે. લગભગ એક દર્જનથી પણ વધારે લોકો મોજડી લેવાના ચક્કરમાં એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગી જાય છે.

એક પક્ષ મોજડી ચોરવા માંગે છે તો બીજો પક્ષ મોજડી બચાવવા માંગે છે. આ મોજડી ચોરીમાં ઘણા લોકો જમીન ઉપર પણ સુઈ જતા જોવા મળે છે, જેમની પાસેથી બીજા લોકો ખેંચી ખેંચી અને મોજડી લેવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જ એક વ્યક્તિ મોજડી લઈને ગાર્ડન તરફ દોડવા લાગે છે તો તેની પાછળ પણ ઘણા લોકો દોડવા લાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by WeddingSutra.com (@weddingsutra)

આ વીડિયોની અંદર એમ પણ જોવા મળી રહ્યું છે કે ધક્કા મુક્કીની અંદર ગાર્ડનની અંદર એક બે લોકો નીચે પણ પડી જાય છે. એક મિનિટના આ વીડિયોમાં ઘણી બધી મસ્તી જોવા મળી રહી છે. લગ્નની અંદર મોજડી ચોરીની આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel