આપણા દેશનું એક એવું ભૂતિયા રેલવે સ્ટેશન જ્યાં 42 વર્ષથી એક પણ ટ્રેન રોકાઈ નથી, કારણ જાણીને જ તમારો પરસેવો છૂટી જશે

આ છે ભારતનું એક એવું રેલવે સ્ટેશન જ્યાં જતા પહેલા ભલભલાની ફાટી પડે છે હિંમત, 42 વર્ષથી નથી ઉભી રહી ટ્રેન, કારણ જાણીને તમે ધ્રુજવા લાગશો

આજે જમાનો ખુબ જ આગળ વધી ગયો છે, તે છતાં પણ દેશના ઘણા ભાગ એવા પણ છે જ્યાં આજે પણ અંધશ્રદ્ધામાં માનવામાં આવે છે, સાયન્સ અને ટેક્નોલોજી ભલે ભૂત પ્રેત જેવું ના હોવાનું કહેતી હોય પરંતુ જેને ભૂત પ્રેતનો અનુભવ કર્યો છે, તે લોકો આજે પણ આવી વાતો ઉપર વિશ્વાસ કરતા હોય છે.

(પ્રતીકાત્મક તસવીર)

ધરતી ઉપર ભૂત હોવા ના હોવા વિશે લોકોના અલગ અલગ મત જોવા મળે છે, ઘણા લોકો ભૂતને નજરે જોયું હોવાના પણ દાવા કરે છે, પરંતુ આજે અમે તમને આપણા દેશના એક એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને દેશનું ભૂતિયા રેલવે સ્ટેશન તરીકે ઓળખાવમાં આવે છે.

અમે જે રેલવે સ્ટેશન વિશે વાત કરી રહ્યા છે ત્યાં છેલ્લા 42 વર્ષમાં એક પણ ટ્રેન ઉભી નથી રહી. ઘણા લોકોએ આ રેલવે સ્ટેશન ઉપર ભૂત જોવાનો દાવો પણ કર્યો છે. એક લોકવાયકા એવી પણ છે કે આ અહીંયા સ્ટેશન માસ્તરે સફેદ સાડીમાં એક મહિલા ભૂતને જોયું હતું, જેના બાદ તેમનો જીવ ચાલ્યો ગયો હતો.

આ રેલવે સ્ટેશનનો ડર એટલો બધો છે કે અહીંયા જતા ના ફક્ત સામાન્ય લોકો પરંતુ પ્રસાશન પણ ડરે છે. આ ડરના કારણે જ અહીંયા છેલ્લા 42 વર્ષથી એક પણ ટ્રેન ઉભી નથી રહી. પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આ રેલવે સ્ટેશન આવેલું છે. આ રેલવે સ્ટેશનને બેગુનકોદરના નામથી ઓળખવામાં આવે છે.

પ્રતીકાત્મક તસ્વીર

આ રેલવે સ્ટેશનનું નામ દેશના 10 ભૂતિયા રેલવે સ્ટેશનોમાં સામેલ છે. ભારતીય રેલવે દ્વારા આ રેલવે સ્ટેશનને 1960માં બનાવવામાં આવ્યું હતું. થોડા સમય સુધી અહીંયા બધું જ સારું ચાલી રહ્યું હતું, પરંતુ થોડા સમય બાદ અજીબો ગરીબ ઘટનાઓ બનવા લાગી. વર્ષ 1967માં એક કર્મચારીએ સ્ટેશન ઉપર મહિલા ભૂત હોવાનો દાવો ર્ક્યો. જેના બાદ અહીંયાના સ્ટેશન માસ્તરની સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઇ ગઈ.

એ સમયે દાવો કરવામાં આવ્યો હતો કે તે મહિલાનું મોત તે જ સ્ટેશન ઉપર ટ્રેન દુર્ઘટનામાં થઇ હતી. સ્ટેશન માસ્તરના મોત બાદ તેમનો પરિવાર પણ તેમની જ કવોટરમાં મૃત મળી આવ્યો હતો. જેના બાદ લોકોએ કહ્યું હતું કે સ્ટેશન માસ્તર અને તેમના પરિવારની મોત પાછળ ભૂતનો હાથ છે.

લોકોનું કહેવું હતું કે સાંજ ઢળ્યા બાદ કોઈ ટ્રેન જયારે ત્યાંથી પસાર થતી હતી ત્યારે તે મહિલા ભૂત ટ્રેનની સાથે દોડતું હતું. ઘણા લોકોએ મહિલા ભૂતને ટ્રેનની આગળ નાચવાનો દાવો પણ કર્યો છે. જેના બાદ લોકો અહીંયા આવવાથી પણ ડરે છે. અને કોઈ યાત્રી ડરના કારણે અહીંયા ઉતરવા પણ નથી માંગતો. ધીમે ધીમે આખું સ્ટેશન સુમસાન બની ગયું. હવે અહીંયા રેલવેનું કોઈ કર્મચારી નથી આવવા માંગતું. જેના બાદ આ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું.

Niraj Patel