ભારતનો એક માત્ર બોલર જેમણે IPLમાં 3 વખત લીધી છે હેટ્રિક, આ ગુજરાતી બોલરે રોહિતની સેનાને ઘુટણીએ લાવી દીધી

હર્ષલ પટેલની હેટ્રિકને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL ની મહત્વની મેચમાં પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને 54 રનથી હરાવ્યું હતું. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 18.1 ઓવરમાં 111 રનમાં સમેટાઈ ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે, પટેલે ભારતમાં આ આઈપીએલ સિઝનના પહેલા ચરણમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટ લીધી હતી.

આઈપીએલમાં અત્યાર સુધીમાં 17 બોલરોએ હેટ્રિક લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઝડપી બોલર હર્ષલ પટેલ (3.1-0-17-4) એ રવિવારે રાત્રે દુબઈમાં આઈપીએલની 14મી સીઝનની 39મી મેચમાં હેટ્રિક લીધી હતી. તેણે 17મી ઓવરના પ્રથમ બોલ પર મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના હાર્દિક પંડ્યા (3 રન, કોહલીએ કેચ લીધો), બીજા બોલ પર કિરોન પોલાર્ડ (7 રન, બોલ્ડ) અને ત્રીજા બોલ પર રાહુલ ચાહર (0, એલબીડબલ્યુ) ને આઉટ કર્યા હતા. આ જીત સાથે આરસીબીના 12 પોઇન્ટ થઈ ગયા છે અને તે ત્રીજા સ્થાને કાયમ છે. આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાતમા સ્થાને સરકી ગઈ છે.

IPL ની હેટ્રિકની યાદી:

 1. લક્ષ્મીપતિ બાલાજી (CSK) Vs KXIP 2008
 2. અમિત મિશ્રા (DD) Vs ડેક્કન ચાર્જર્સ 2008
 3. મખાયા એનટીની (CSK) Vs KKR 2008
 4. યુવરાજ સિંહ (KXIP) Vs RCB 2009
 5. રોહિત શર્મા (ડેક્કન ચાર્જર્સ) Vs MI 2009
 6. યુવરાજ સિંહ (KXIP) Vs ડેક્કન ચાર્જર્સ 2009
 7. પ્રવીણ કુમાર (RCB) Vs રાજસ્થાન રોયલ્સ 2010
 8. અમિત મિશ્રા (ડેક્કન ચાર્જર્સ) Vs KXIP 2011
 9. અજિત ચંડીલા (રાજસ્થાન રોયલ્સ) Vs પુણે વોરિયર્સ 2012
 10.  સુનીલ નરેન (KKR) Vs KXIP 2013
 11.  અમિત મિશ્રા (SRH) Vs પૂણે વોરિયર્સ 2013
 12.  પ્રવિણ તાંબે (રાજસ્થાન રોયલ્સ) Vs કેકેઆર 2014
 13.  શેન વોટસન (રાજસ્થાન રોયલ્સ) Vs SRH 2014
 14.  અક્ષર પટેલ (KXIP) Vs ગુજરાત લાયન્સ 2016
 15.  સેમ્યુઅલ બદ્રી (RCB) Vs MI 2017
 16.  એન્ડ્રુ ટાય (ગુજરાત લાયન્સ) Vs રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ 2017
 17.  જયદેવ ઉનાડકટ (રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ) Vs SRH 2017
 18.  સેમ કુરન (KXIP) Vs દિલ્હી કેપિટલ્સ 2019
 19.  શ્રેયસ ગોપાલ (રાજસ્થાન રોયલ્સ) Vs આરસીબી 2019
 20.  હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) Vs મુંબઈ ઇન્ડિયન્સ 2021

IPL માં હેટ્રિકની કહાની : આઈપીએલમાં ત્રણ વખત હેટ્રિક લેનાર લેગ સ્પિનર ​​અમિત મિશ્રા એકમાત્ર બોલર છે. તેણે દિલ્હી ડેરડેવિલ્સ (2008), ડેક્કન ચાર્જર્સ (2011) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (2013) તરફથી હેટ્રિક લીધી હતી.

IPL: અમિત મિશ્રાની ત્રણ હેટ્રિક

 1.  2008 – ડેક્કન ચાર્જર્સની સામે દિલ્હી ડેરડેવિલ્સ માટે
 2.  2011 – કિંગ્સ ઇલેવન પંજાબ સામે ડેક્કન ચાર્જર્સ માટે
 3.  2013 – પુણે વોરિયર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે

યુવરાજ: એક જ સિઝનમાં બે હેટ્રિક : યુવરાજ સિંહે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) તરફથી રમતી વખતે એક જ સિઝનમાં બે વખત હેટ્રિક લીધી છે. 2009 માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતી વખતે, તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હેટ્રિક લીધી હતી, જ્યારે તે જ વર્ષે ડેક્કન ચાર્જર્સ સામે બીજી મેચમાં પણ લીધી હતી.

રોહિત શર્માએ પણ હેટ્રિક લીધી છે : IPL માં હેટ્રિક લેનારાઓની યાદીમાં રોહિત શર્માનું નામ પણ સામેલ છે. રોહિતે IPL માં ઓછી બોલિંગ કરી છે. તેણે ડેક્કન ચાર્જર્સ તરફથી રમતી વખતે 2009 માં મુંબઈ ઇન્ડિયન્સ સામે હેટ્રિક લીધા હતી. તે સિઝનમાં રોહિતે હેટ્રિક સહિત 11 વિકેટ લીધી હતી. રોહિત ઓફ સ્પિન બોલિંગ કરે છે, તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 15 વિકેટ લીધી છે.

બાલાજી: પ્રથમ સિઝનમાં હેટ્રિક : લક્ષ્મીપતિ બાલાજીએ IPL માં પ્રથમ હેટ્રિક લીધી હતી. તેણે આઈપીએલની પહેલી જ સિઝનમાં હેટ્રિક લઈને બધાને ચોંકાવી દીધા હતા. 10 મે 2008 ના રોજ તેણે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે કિંગ્સ ઈલેવન પંજાબ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તે મેચમાં તેણે ઇરફાન પઠાણ, પિયુષ ચાવલા અને વીઆરવી સિંહને આઉટ કર્યા હતા.

 

YC