પપ્પાની ટીમ ગુજરાતને નહિ પરંતુ કાકાની ટીમ લખનઉને સપોર્ટ કરી રહ્યો છે હાર્દિકનો દીકરો અગસ્ત્ય, જુઓ ક્યુટ તસવીરો

IPL 2022ની 57મી મેચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાની છે. મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પૂણે ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જે ટીમ આ મેચ જીતશે તે પ્લે-ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. આ મેચમાં ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા અને તેનો ભાઈ કૃણાલ સામ-સામે હશે. ખાસ વાત એ છે કે આ મેચમાં વિજેતા ટીમનું પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. ગુજરાત-લખનઉ વચ્ચેની મેચમાં ચાહકોની નજર પંડ્યા બ્રધર્સ પર રહેશે.

જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે, ત્યારે મોટો ભાઈ કૃણાલ પંડ્યા લખનઉ સુપર જાયન્ટ્સનો ભાગ છે. IPLની વર્તમાન સિઝનમાં બંને ભાઈઓ બીજી વખત આમને-સામને થશે. બંને ટીમો વચ્ચેની છેલ્લી મેચમાં કૃણાલે હાર્દિક પંડ્યાની વિકેટ લીધી હતી, પરંતુ ગુજરાત ટાઇટન્સનો વિજય થયો હતો. આ વખતે પણ હાર્દિક અને કૃણાલ વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી શકે છે. ત્યારે આ વચ્ચે હવે કૃણાલ પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે રસપ્રદ તસવીરો શેર કરી છે.

એક તસવીરમાં હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્ત્યએ લખનઉ સુપરજાયન્ટ્સની જર્સી પહેરી છે અને તેની આ તસવીરમાં બેક સાઇડ જોવા મળી રહી છે.ત્યાં, બીજી તસવીરમાં અગસ્ત્ય ચશ્મા પહેરેલો ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે. ફોટો શેર કરતા ક્રુણાલે લખ્યું – રમત માટે મારો લકી ચાર્મ. અગસ્ત્યની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને અત્યાર સુધીમાં 1.60 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ તસવીરોને જોતા એવું કહી શકાય કે, મેચમાં હાર્દિકનો પુત્ર અગસ્ત્ય પપ્પાની ટીમ ગુજરાતને નહીં પરંતુ કાકાની ટીમ લખનઉને ચીયર કરી રહ્યો છે.

અગસ્ત્યની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. IPL 2022 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં કૃણાલ પંડ્યાને લખનઉ સુપર જાયન્ટ્સે 8 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ હરાજી માટે કૃણાલે તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા રાખી હતી. બીજી તરફ હરાજી પહેલા હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સે 15 કરોડમાં સાઇન કર્યો હતો. પંડ્યાને ફ્રેન્ચાઈઝીની કમાન પણ સોંપવામાં આવી હતી. આ સાથે જ રાશિદ ખાનને એલએસજીનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

હાર્દિકની કપ્તાનીમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું છે. IPL 2022માં ગુજરાતે અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 8માં જીત મેળવી છે. 16 પોઈન્ટ સાથે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જો કે, ગુજરાતના પણ 16 પોઇન્ટ છે, પરંતુ રન રેટના હિસાબે લખનઉ ટોપ પર છે અને ગુજરાત ટાઇટન્સ બીજા નંબર પર છે. કૃણાલ પંડ્યાએ IPLની વર્તમાન સિઝનમાં 11 મેચમાં 8 વિકેટ લેવા ઉપરાંત 153 રન બનાવ્યા છે. ત્યાં, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેટ સાથે શાનદાર રમત બતાવતા 10 મેચમાં 41.62ની એવરેજથી 333 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓ IPLની છેલ્લી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતા.

Shah Jina