હાર્દિક પંડ્યાના ચાલુ ઇન્ટરવ્યૂની અંદર અચાનક એન્ટ્રી લીધી દીકરા અગત્સ્યએ, પછી આવું હતું હાર્દિકનું રિએક્શન, જુઓ વીડિયો

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર એવા હાર્દિક પંડ્યા હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલો રહેતો હોય છે. હાર્દિક તેની રમતના કારણે તો ચર્ચામાં આવે જ છે સાથે સાથે તેની લાઈફ સ્ટાઇલને લઈને પણ તે ચર્ચામાં આવતો હોય છે.  પરંતુ હાલ તે એક અન્ય કારણે ચર્ચામાં આવ્યો છે, જે તેના દીકરા અગત્સ્ય સાથે જોડાયેલી બાબત છે.

હાર્દિક પંડ્યાના દીકરાએ હાર્દિકના ચાલુ ઇન્ટરવ્યુ દરમિયાન એવું કર્યું કે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હાર્દિક પંડ્યા પણ ત્યારે સરપ્રાઈઝ થઇ ગયો જયારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અગત્સ્ય તેને મળવા માટે સ્ટુડિયો રૂમની અંદર પહોંચી ગયો. આ વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે અગત્સ્ય જેવો જ ઇન્ટરવ્યૂ રૂમની અંદર પહોંચે છે કે તરત તે પાપા પાપા  કહેતા હાર્દિક પંડ્યા તરફ દોડવા લાગે છે. હાર્દિક પણ સરપ્રાઈઝ થતા પોતાને રોકી શકતો નથી. અગત્સ્યની પાછળ રહેલ કોઈ વ્યક્તિ તેનો વીડિયો પણ બનાવી લે છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ વીડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાની ટી-20 વર્લ્ડ કપની ઓફિશિયલ જર્સી પહેરી અને ઇન્ટરવ્યૂ માટે બેઠો છે. લાઇટ્સ અને કેમેરા પણ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આઇપીએલ-2021માં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રમ્યો હતો. હાર્દિક સાથે તેનો પરિવાર પણ તેની સાથે છે.

Niraj Patel