હાર્દિક પંડ્યાએ શેર કરી પત્ની નતાશા સાથેની રોમેન્ટિક અને ખૂબસુરત તસવીરો, જુઓ PHOTOS

અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યા હંમેશા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતા હોય છે. કપલ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તેઓ અવાર નવાર તેમની તસવીરો પણ શેર કરતા રહે છે.

હાલમાં જ હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સાથે કેટલીક રોમાંટિક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

નતાશા આ તસવીરોમાં ઘણી ખૂબસુરત લાગી રહી છે. આ તસવીરોમાં કપલની કમાલની બોન્ડિંગ જોવા મળી રહી છે. આ તસવીરોને ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાએ આ પોસ્ટ સાથે હાર્ટ ઇમોજી પણ શેર કર્યુ છે.

કપલની આ તસવીરો પર અત્યાર સુધીમાં 1 મિલિયનથી પણ વધારે લાઇક્સ આવી ચૂકી છે. ચાહકો પણ ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તસવીરોમાં તેઓ કેમેરાની સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. નતાશા બ્લુ ક્રોપ ટોપ અને વ્હાઇટ પેંટમાં ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. ત્યાં જ હાર્દિક ફ્લોરલ શર્ટમાં ઘણા જ કુલ લાગી રહ્યા છે.

હાર્દિક અને નતાશાની આ તસવીરોએ તો ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. લોકો સતત આ તસવીરો પર કમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, નતાશા અને હાર્દિકે વર્ષ 2020ની શરૂઆતમાં સગાઇની ઘોષણા કરી હતી. બંનેએ પ્રપોઝલની ઘણી તસવીરો શેર કરી હતી. તે બાદ કેટલાક સમય પછી બંનેએ નતાશાની પ્રેગ્નેંસીનું એલાન કર્યુ હતુ. નતાશા અને હાર્દિક 30 જુલાઇ 2020ના રોજ દીકરા અગસ્ત્યના પેરેન્ટ્સ બન્યા હતા.

Shah Jina