શું KGF-3માં જોવા મળશે ક્રિકેટર હાર્દિક પંડ્યા ? રોકી ભાઈ સાથેની તસવીરોએ મચાવ્યો તહેલકો, જુઓ ભાઈ કૃણાલ સાથેની વાયરલ તસવીરોની હકીકત

રોકીભાઇ અને હાર્દિક પંડ્યાનો તસ્વીરોમાં જોવા મળ્યો એક અલગ સ્વેગ, ચાહકોએ વ્યક્તિ કરી “KGF 3″ની આશા, જુઓ તમે પણ

આજના સમયમાં બોલીવુડની ફિલ્મો કરતા સાઉથની ફિલ્મોનો દબદબો આખા દેશમાં જોવા મળી રહ્યો છે અને તેમાં પણ  અભિનેતા યશની ફિલ્મ “KGF”એ તો તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મના બંને પાર્ટ લોકોને ખુબ જ પસંદ આવ્યા અને બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મોની ધૂમ જોવા મળી હતી. ત્યારે ફિલ્મ બાદ અભિનેતા યશનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વધી ગયું અને તેની એક ઝલક જોવા માટે પણ લોકો આતુર થતા જોવા મળ્યા.

ત્યારે હાલમાં KGF ફેમ યશ સાથે ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં હાર્દિક અને યશ સાથે ભાઈ કૃણાલ પંડ્યા પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરોને હાર્દિક પંડ્યાએ જ તેના સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને કેપશનમાં લખ્યું હતું. “KGF 3”.

ત્યારે હવે હાર્દિક દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ સાથે ચાહકો પણ અનુમાન લગાવી રહ્યા છે કે જલ્દી જ કેજીએફ 3 પણ આવી શકે છે. તો ઘણા લોકો કોમેન્ટમાં હાર્દિક પંડ્યાને પણ કેજીએફ 3માં રોલ કરવા માટેનું પણ જણાવી રહ્યા છે.

સુપરસ્ટાર યશ હાર્દિક પહેલા ભારતના અનુભવી સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને પણ મળ્યો હતો. ફેબ્રુઆરી 2021માં ચહલ તેની પત્ની ધનશ્રી વર્મા સાથે યશને મળ્યો હતો. ત્યારબાદ ચહલે તસવીરો શેર કરી હતી. યશને ક્રિકેટ ખૂબ ગમે છે અને તે ટીમ ઈન્ડિયા માટે પોતાનું સમર્થન વ્યક્ત કરતો રહે છે.

 

Niraj Patel