ક્રિકેટર ઋષભ પંતની મદદ કરનાર દિહાડી મજૂર અને ડ્રાઇવર બન્યા દેવદૂત, બંને મળશે આ મોટું ઇનામ

ક્રિકેટર ઋષભ પંતની થઇ પ્લાસ્ટિક સર્જરી, સામે આવી માથા અને રીઢની MRI રીપોર્ટ…જાણો હેલ્થ અપડેટ

સ્ટાર ક્રિકેટર ઋષભ પંતનો ગઇકાલના રોજ એટલે કે 30 ડિસેમ્બર શુક્રવારે રોડ અકસ્માત થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. શુક્રવારે સવારે 5.30 વાગ્યાની આસપાસ દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાયા બાદ તેની કાર પલટી મારી ગઇ હતી અને કારમાં આગ પણ લાગી હતી. જો કે, આ ભયાનક અકસ્માતમાં કેટલાક લોકોની મદદથી પંત પોતાની જાતને બચાવવામાં સફળ રહ્યો હતો. પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા રૂરકી જઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પંતને ઝોકુ આવી ગયુ હોવાને કારણે આ અકસ્માત થયો હતો. પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે.

ત્યારે આ મામલે હવે ઉત્તરાખંડના DGPએ પંતને મદદ કરનારને ઈનામની જાહેરાત કરી છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત બાદ ઋષભ પંતની મદદ કરનારા લોકોને સન્માનિત કરવામાં આવશે. જ્યારે ઋષભ પંતની કારનો અકસ્માત થયો, ત્યારે દેવદૂત તરીકે સ્થળ પર પહોંચનારા સૌ પ્રથમ હરિયાણા રોડવેઝના ડ્રાઇવર, કંડક્ટર અને સ્થાનિક લોકો હતા. જેમાં ત્રણ દૈનિક વેતન મજૂરો પણ સામેલ હતા. ઉત્તરાખંડ ડીજીપીએ જણાવ્યું કે આ લોકોને ભારત સરકારની ‘ગુડ સેમેરિટન’ યોજના હેઠળ પુરસ્કાર આપવામાં આવશે.

ડ્રાઇવર અને કંડક્ટર

અકસ્માત અંગે વિગતો આપતાં હરિદ્વાર પોલીસના વરિષ્ઠ અધિક્ષક અજય સિંહે જણાવ્યું હતું કે પંતની મર્સિડીઝ બેન્ઝ કારમાં ડિવાઈડર સાથે અથડાયા બાદ આગ લાગી હતી. સદનસીબે, હરિયાણા રોડવેઝની બસના ડ્રાઈવર અને અન્ય સ્ટાફે સળગતી કારમાંથી પંતને બહાર કાઢ્યો. અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. કોઈપણ માર્ગ અકસ્માતમાં પીડિત માટે પ્રથમ એક કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ સમય દરમિયાન ગંભીર ઇજાગ્રસ્તને તબીબી સારવાર મળી જાય તો તેને મોતના મુખમાંથી બચાવી શકાય છે.

બસ ડ્રાઇવર

હરિયાણા રોડવેઝ બસના ડ્રાઈવરે જણાવ્યું કે સામેથી આવી રહેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ. મેં ડ્રાઈવરને બારીમાંથી બહાર આવતો જોયો. ડ્રાઇવરે જણાવ્યું કે તે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ કોણ છે તે ઓળખી શક્યો નથી. તે વ્યક્તિએ કહ્યું કે તે એક ક્રિકેટર છે અને તે જાતે જ ડ્રાઇવિંગ કરતો હતો. તે કારમાં એકલો છે. તેણે મને માતાને જાણ કરવા માટે ફોન નંબર પર ફોન કરવાનું કહ્યું, પરંતુ ફોન બંધ હતો. પછી મેં તેની બેગમાંથી પૈસા કાઢ્યા અને એમ્બ્યુલન્સને આપ્યા. રજત અને નિશુએ ઋષભ પંતને એમ્બ્યુલન્સ અપાવવામાં મદદ કરી. બંને ઋષભ સાથે રૂરકી ગયા. ઋષભે એમ્બ્યુલન્સમાં પેલા યુવાનોનો પરિચય પૂછ્યો.

કંડક્ટર

ઋષભે કહ્યું કે તે સ્વસ્થ થઈ જશે પછી તેને મળશે. રૂરકી પહોંચીને રજત અને નિશુએ ઋષભને સક્ષમ હોસ્પિટલમાં દાખલ કર્યો અને થોડા સમય બાદ ઋષભના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા અને પછી પોલીસ પણ પહોંચી. પોલીસ રજત અને નિશુ સાથે ઘટનાસ્થળે પહોંચી, અકસ્માતની તપાસ કરી. વડાપ્રધાન મોદીએ પણ પંતના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. ઉત્તરાખંડ સરકારે પંતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનું કહ્યું છે. આ સિવાય પંતની હેલ્થ અપડેટ પણ સામે આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે પંતને માથા અને પગમાં સૌથી વધુ ઈજાઓ થઈ છે.

આ કારણે તેમના મગજ અને કરોડરજ્જુનો એમઆરઆઈ રીપોર્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટથી પ્રશંસકો અને ખુદ પંતને મોટી રાહત મળી છે. રિપોર્ટ નોર્મલ આવ્યો છે. ડોક્ટરોએ કહ્યું છે કે ઋષભ પંતના હજુ ઘણા ટેસ્ટ કરાવવાના બાકી છે. તેના પગની ઘૂંટી અને ઘૂંટણનું એમઆરઆઈ સ્કેન પણ કરાવવાનું હતું. પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યું છે કારણ કે પંતને ખૂબ દુખાવો હતો અને સોજો પણ હતો. હવે આ સ્કેન આજે થઈ શકે છે. કાર અકસ્માતમાં રિષભ પંતના ચહેરા પર ઈજા થઈ હતી.

ઘણા કપાયેલા ઘા હતા અને કેટલાક સ્ક્રેચ પણ આવ્યા હતા. હવે તેમને ઠીક કરવા માટે પંતે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે. રિષભ પંતને તેના જમણા ઘૂંટણ અને પગની ઘૂંટીમાં લિગામેન્ટની સમસ્યા હોઈ શકે છે. આ કારણથી મેક્સ હોસ્પિટલના ડોક્ટરોએ ઋષભ પંતના ઘૂંટણ પર પટ્ટી પણ લગાવી દીધી છે. ડૉક્ટરોએ જણાવ્યું છે કે પંતની હાલત હવે ઠીક છે અને તે સારું અનુભવી રહ્યા છે.

Shah Jina