એક સમયે 300 રૂપિયા માટે હાર્દિક પંડ્યા કરતો હતો આ કામ, મારી પાસે બેન્કમાં હજાર રૂપિયા પણ નહોતા….

IPL 2022ની વિજેતા ગુજરાત ટાઇટન્સ બની ગઈ છે અને આખા ભારતમાં ગુજરાતનો ડંકો વગાડી દીધો છે. આ જીતની ઉજવણી ગઈકાલે ,મેદાન અને હોટલ ઉપર  જોવા મળી હતી, જેના બાદ આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની આ જીતનો રોડ શો પણ યોજવામાં આવી રહ્યો છે. સમગ્ર ટીમનો આજે સાંજે 5.30 વાગ્યે ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી ભવ્ય રોડ શો યોજાવવા જઈ રહ્યો છે જેની શરૂઆત પણ થઇ ગઈ છે.

આ રોડ શોમાં ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે. રોડ શોને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ રોડ શોને લઈને અમદાવાદીઓ પણ ખુબ જ ઉત્સાહિત છે.

ગુજરાત ટાઇટન્સનો આ રોડ શો ખાસ બસમાં તૈયાર કરવામાં આવી છે, આ બસ ઉપર ગુજરાત ટાઇટન્સ અને આવવા દે લખવામાં આવ્યું છે. આ બસની ઉપર ગુજરાત ટાઇટન્સના તમામ ખેલાડીઓ બેઠેલા છે, તો રસ્તા ઉપર દર્શકોનું ઘોડાપુર પણ ઉમટેલું જોવા મળી રહ્યું છે.બસની ઉપર બેઠેલા ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ચાહકો માટે ટી-શર્ટ અને કેપ પણ આપી રહ્યા છે. વિદેશી ખેલાડીઓ પણ ચાહકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. હાર્દિક પંડ્યાનો પણ આ રોડ શોમાં એક અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.

ઘરડા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે સુખ બાદ દુઃખ અને દુઃખ બાદ સુખ આવતું હોય છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન બદલવા માટે અથાગ મહેનત કરે છે, સપનાઓ સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરે છે. અને એક દિવસ કોઈ મોટું નામ કરીને બતાવે છે. માણસનો સંઘર્ષ જ તેને સફળતા તરફ લઇ જાય છે. આવા જ સંઘર્ષ ભરેલી કહાની ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની રહેલી છે.આજે હાર્દિકનું જીવન ખુબ જ લક્ઝુરિયસ છે.

તેની પાસે પોતાનું આગવું એક નામ સાથે પૈસા, પ્રોપર્ટી, સુંદર પત્ની અને એક દીકરો પણ છે. પરંતુ આ બધું મેળવવા માટે હાર્દિકની જે મહેનત છે, તે ખરેખર પ્રેરણાદાયી છે.એક સમય એવો હતો જ્યારે હાર્દિકના પરિવાર પાસે જમવા માટેના પણ પૂરતા પૈસા નહોતા, ત્યારે તે ગામે ગામ જઈને ક્રિકેટ રમતો હતો. અને આ ક્રિકેટ રમવાના બદલામાં તેને 300 રૂપિયા મળતા હતા. જેમાંથી તે પોતાનો અને પરિવારનો ખર્ચ કાઢતો હતો.

હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાની કહાની નીતા અંબાણીએ જ એક કાર્યક્રમ દરમિયાન જણાવી હતી. જે સાંભળીને હાર્દિક પણ ખુબ જ ભાવુક બની ગયો હતો. અને દુનિયા પણ હાર્દિકના સંઘર્ષને જાણી શકી.નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “હું તમને એક વાર્તા સાંભળવવા જઈ રહ્યું છે. બે ભાઈઓની એવી વાર્તા જે બહુ જ શાનદાર છે. સૌથી પહેલા હું તમને જણાવું કે તે ક્યાંથી આવે છે. તે બે નાના બાળકો ગુજરાતમાં રહેતા હતા.

જે બહુ જ નાના પરિવારમાંથી આવે છે. તે સમયે તેમના ઘરમાં પૈસા નહોતા. ઘણા દિવસો સુધી બંને બાળકોને ભૂખ્યા રહેવું પડ્યું. પરંતુ તેના કારણે તે રોકાયા નહિ. અલગ અલગ ગામની ટિમો સાથે રમીને તે એકથી બીજા ગામ લોકલ ટ્રેનમાં સફર કરતા. ક્યારેક ક્યારેક તો ટિકિટ વગર અને ક્યારેક ટ્રકમાં બેસીને પણ ઘરે પાછા ફરતા.”નીતા અંબાણીએ આગળ જણાવ્યું કે, “તે આટલી મહેનત કરતા હતા ફક્ત 300 રૂપિયા માટે.

તે સમયે તેમને નહોતી ખબર કે તેમનું કિસ્મત બદલાવવાનું છે. 2013માં વડોદરા માટે ટી-20 ટુર્નામેન્ટ રમતા સમયે નાનો ભાઈ સ્પોટ થયો અને રિલાયન્સ વન ટિમ માટે પસંદ થયો. જ્યાં તેને શાનદાર પર્ફોમન્સ આપ્યું અને મુંબઈ ઇન્ડિયન્સ માટે પસંદ થયો. એ વ્યક્તિને આજે આખી દુનિયા ઓળખે છે. જેનું નામ છે હાર્દિક પંડ્યા.”

આજે પંડ્યા પરિવારની હેસિયતનો અંદાજો હાર્દિક પંડ્યાના હાથમાં રહેલી 1.01 કરોડ રૂપિયાની રોલેક્સની હીરા જડિત ઘડિયાળથી જ લગાવી શકાય છે. હાર્દિકને મોંઘા કપડાં અને ઘડિયાળનો ખુબ જ શોખ છે.

YC