ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં હાર્દિક પંડ્યાએ શુભમન ગિલ સાથે કર્યું અશોભનીય વર્તન ? વાયરલ વીડિયો જોઈને ગુસ્સે ભરાયા ચાહકો

શું ખરેખર હાર્દિક પંડ્યાએ શુભમન ગિલ સાથે કર્યું હતું ખરાબ વર્તન ? વાયરલ થઇ રહેલા વીડિયોની શું છે હકીકત.. જુઓ

Hardik Pandya insulted Shubman Gill : T20 વર્લ્ડ કપ 2024માં ભારત માટે શાનદાર શરૂઆત રહી કારણ કે તેણે ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટીમાં આયર્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. ન્યૂયોર્કમાં હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહની શાનદાર બોલિંગ બાદ 2024 T20 વર્લ્ડ કપની તેમની પ્રથમ મેચમાં ભારતને આઠ વિકેટથી જીત અપાવી હતી. આ મેચમાં રોહિત શર્મા અને વિકેટકીપર રિષભ પંતે પણ શાનદાર બેટિંગ કરી જીતમાં મોટું યોગદાન આપ્યું.

આ મેચના થોડા દિવસો બાદ સોશિયલ મીડિયા પર એક ક્લિપ સામે આવી છે જેમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું શુભમન ગિલ પ્રત્યેનું વર્તન બતાવવામાં આવ્યું છે. વાયરલ થઈ રહેલી ક્લિપમાં, હાર્દિકને બાઉન્ડ્રી દોરડા પાસે બોટલમાંથી પાણી પીતા જોઈ શકાય છે જ્યારે શુભમન ગિલ તેની સાથે બાઉન્ડ્રીની બીજી બાજુ ચાલી રહ્યો છે.

જેના બાદ હાર્દિક પાણી પી અને બોટલનેબાઉન્ડ્રી રોપની પાછળ નાખી દે છે. પ્રશંસકોને હાર્દિક પંડ્યાનું આ વર્તન ખૂબ જ અપમાનજનક લાગ્યું, ત્યારબાદ યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોની એક બીજી પણ હકીકત હતી, જે બતાવવામાં આવવી નહોતી, વીડિયોને અધૂરો જ બતાવવામાં આવ્યો હતો.

ઓરીજીનલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાર્દિક બોટલમાંથી પાણી પી અને દોરડાની પાસે જ ફેંકે છે, પરંતુ એ શુભમનને ઉઠાવવા માટે નથી કહેતો. હાર્દિક શુભમનને એમ કહી રહ્યો છે કે આ બોટલ ત્યાં જ રહેવા દે જે હું પછી તેમાંથી પાણી પીશ. પરંતુ સોશિયલ મીડિયામાં એડિટ કરાયેલો વીડિયો વાયરલ થતા જ લોકો હાર્દિકને ફરીથી ટ્રોલ કરવા લાગ્યા.

Niraj Patel