ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા હાલ ટીમમાંથી ઇજાના કારણે બહાર છે અને પોતાના ઘરે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા તેના સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહેતો હોય છે અને તેની તસવીરો સાથે તેના વીડિયો પણ પોસ્ટ કરતો હોય છે.
હાલ હાર્દિક પંડ્યાએ વાયરલ થઇ રહેલા ફિલ્મ “પુષ્પા”ના ગીત “શ્રીવલ્લી” ઉપર તેના નાની સાથે ડાન્સ કર્યો છે, જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પુષ્પા ફિલ્મના આ ગીત ઉપર ઘણા બધા લોકોએ સ્ટેપ કર્યા છે. ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓએ પણ પુષ્પાના સ્ટેપ કોપી કર્યા છે, તો વિદેશી ક્રિકેટર ડેવિડ વોર્નર પણ પુષ્પાના રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો.
વીડિયોમાં હાર્દિક અને તેની નાની બંને ચશ્મા પહેરે છે અને ફિલ્મના હીરો અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળે છે. હાર્દિક અને તેની નાનીનો આ ડાન્સ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો કોમેન્ટ કરીને પણ હાર્દિકના આ ડાન્સની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.
હાર્દિક પંડ્યાએ વીડિયોની સાથે પોસ્ટમાં લખ્યું, આ”પણી પોતાની પુષ્પા નાની’. આ પોસ્ટ પર હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ હાર્ટ ઈમોજી બનાવીને જવાબ આપ્યો હતો. કૃણાલની પત્ની અને હાર્દિકની પત્નીએ પણ ટિપ્પણી કરી હતી. ક્રિકેટર ઈશાન કિશને આ વીડિયોને સર્વકાલીન શ્રેષ્ઠ ગણાવ્યો છે.
View this post on Instagram
IPLની આગામી સિઝન માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ અંગે હાર્દિકે કહ્યું કે, તેની કેપ્ટનશીપનો અર્થ ટીમમાં નવું કલ્ચર અને સારું વાતાવરણ બનાવીને એક નવું ઉદાહરણ સ્થાપિત કરવું છે. મારા નેતૃત્વમાં ટીમનું વાતાવરણ યોગ્ય રીતે જાળવવામાં આવશે, જેમાં ખેલાડીઓ પર કોઈ દબાણ નહીં હોય.