ખુબ જ સુંદર છે હરભજન સિંહનો એપાર્ટમેન્ટ, અહીં જુઓ તસવીરો

ફિલ્મોમાં બોલ્ડ સીન આપતી હિરોઈન સાથે લગ્ન કરનાર ફેમસ ક્રિકેટર હરભજન સિંહનો લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની તસવીરો આવી સામે…જુઓ PHOTOS

ભારતીય ક્રિકેટર એવા હરભજન સિંહને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. હરભજન સિંહે અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે અને બંનેના બે ક્યૂટ બાળકો પણ છે. હરભજન અને ગીતા બંને સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની તસવીરો ચાહકો માટે શેર કરતા રહે છે. આ વચ્ચે તેના મુંબઈ સ્થિત આલીશાન ઘરની ખુબ ચર્ચા થઇ રહી છે. હરભજન સિંહ આલીશાન જીવન જીવે છે અને તેનું ઘર પણ ખુબ જ આલીશાન છે. આજે અમે તમને હરભજન સિંહના ભવ્ય ઘર સાથે રૂબરૂ કરાવીશું.

હરભજનનું ઘર પત્ની ગીતા બસરાએ ડિઝાઇન કર્યું છે જે દેખાવમાં એકદમ ભવ્ય અને આકર્ષક છે. હરભજન-ગીતાનો બેડરૂમ ખુબ જ સ્પેસીયસ અને શાનદાર છે. જેની બેડશીટ ખુબ જ નરમ અને આરામદાયક છે.હરભજનને પોતાના ઘરનો આ હિસ્સો ખુબ જ પસંદ છે. ઘરનો ડ્રોઈંગ રૂમ પણ ખુબ જ આકર્ષક છે.જેનું ડેકોરેશન કરવા માટે સફેદ અને ભૂરા ચમકીલા શેડ્સનો ઉપીયોગ કરવામાં આવ્યો છે, જેને લીધે ડ્રોઈંગ રૂમ એકદમ બ્રાઇટ દેખાઈ આવે છે.હરભજનના આ ઘરમાં ડાઇનિંગ એરીયા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે.ડાઇનિંગ એરિયા આધુનિક અને ખુબજ ચમક ધમક વાળી વસ્તુઓથી ભરેલો છે જે કોઈના પણ મૂડને ઠીક કરી શકે છે.

હરભજને પોતાના ઘરમાં મનોરંજનના ઘણા સાધનો રાખેલા છે. એક તસવીરમાં હરભજન વીડિયો ગેમ રમતા અને મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. હરભજનના ઘરની સજાવટ ભારતીય સ્ટાઇલમાં કરવામાં આવેલી છે. ઘરમાં ઘણી આધુનિક લાઇટ્સનો ઉપીયોગ પણ કરવામાં આવ્યો છે, જે તેના ઘરને અનેક ગણું શાનદાર બનાવે છે. હરભજનના આવા સુંદર ઘરની સજાવટ કરવાનો શ્રેય ગીતાને જાય છે.

જણાવી દઈએ કે ગીતા બૉલીવુડ અભિનેત્રી રહી ચુકી છે જો કે લગ્ન પછી તેણે બોલીવુડમાંથી બ્રેક લઇ લીધો છે. ગીતા અવાર નવાર વર્ક આઉટ કરતા વિડીયો પણ શેર કરે છે. તેના ઘરમાં પણ વર્કઆઉટ માટે ખાસ જગ્યા બનાવામાં આવી છે, જ્યા ગીતા વર્કઆઉટ કરે છે.હરભજનના ઘરમાં પૂજા માટે પણ ખાસ જગ્યા બનાવવામાં આવેલી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે ગીતા અને હરભજન દિકરી સાથે પૂજા કરી રહ્યાં છે.

બંનેની લવસ્ટોરી વિશે વાત કરીએ તો બંનેની પ્રેમ કહાની વર્ષ 2007માં શરૂ થઇ હતી પણ બંનેએ પોતાનું રિલેશન છુપાવીને રાખ્યું હતું. આ રિલેશન 8 વર્ષ સુધી ચાલ્યું હતું જેના બાદ બંનેએ લગ્ન કર્યા હતા. હરભજને ગીતાને સૌથી પહેલા એક પોસ્ટરમાં જોઈ હતી અને તેને જોતા જ તે ગીતાના દીવાના બની ગયા હતા.

Krishna Patel