સુરતના યુવકને NIR યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ કરવાના નામ ઉપર ખંખરી લીધા આટલા હજાર રૂપિયા, પછી આ રીતે થયો સમગ્ર ઘટનાનો ભાંડા ફોડ

લોકો પૈસા કમાવવા માટે કેટલા કેટલાય રસ્તા અપનાવતા હોય છે અને તેમનો શિકાર બેકારીનો ભોગ બનેલા લોકો બનતા પણ હોય છે. સમાચારપત્રો અને સોશિયલ મીડિયામાં એવી એવી લોભામણી જાહેરાતો પણ આવતી હોય છે જેને જોઈને ઘણા લોકો લલચાઈ જાય છે અને છેતરપીંડીનો ભોગ પણ બનતા હોય છે.

હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એવી જ એક ઘટનાનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોમલ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી NRI યુવતીઓ સાથે મિત્રતા, ચેટીંગ અને રૂબરૂ મુલાકાત કરવાના નામે રૂપિયા ખંખેરતા મહિલા સહિત બે મહારાષ્ટ્રીયનને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યા છે.

આ ગેંગના મુખ્ય સાગરિતના એકાઉન્ટમાંથી રૂપિયા એક કરોડ 67 લાખનુ ટ્રેન્જેકશન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત તેમની પાસેથી અલગ અલગ કંપનીના 6 મોબાઇલ, 9 ચેકબુક તથા 5 એટીએમ કાર્ડ  કબ્જે કરવામા આવ્યા છે.

સુરતના સગ્રામપુરા વિસ્તારમાં રહેતો અજય રાઠોડ મજુરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. તેને વર્ષ 2020માં એક ન્યુઝ પેપરની અંદર કોમલ બ્યુટી પાલર્રની એક જાહેરાત વાંચી હતી. આ જાહેરાતની અંદર મહિલા સાથે મિત્રતા કરવા તથા ચેટિંગ કરવા માટે ફેન્ડશીપ કલબમાં જોડાવવા માટે લોભામણી સ્કીમો આપવામા આવી હતી. આ એડ વાચી અજયએ જાહેરાતમા આપેલ નંબરના આધારે યુવતીને કોલ કર્યો હતો.

જેના બાદ NRI યુવતીઓ સાથે મુલાકાત બાદ બે કલાક વાત કરવાની અને ખુશ રાખવાની કિંમત પેટે 25થી 30 હજાર નક્કી કર્યા હતા. ત્યારબાદ ગેટ પાસે, ગેસ્ટ હાઉસ બુકીંગ જેવા અલગ અલગ ચાર્જ ગણાવી એમની પાસેથી રૂપિયા 69,410 ગુગલ-પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી.

જે અંગેની ફરિયાદ અજયે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આપી હતી. જેના બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મુંબઇમા રહેતા રામ આશિષ તથા સુષ્મા શેટ્ટી નામની મહિલાને મુંબઇથી ઝડપી પાડવામા આવ્યા હતા. આ બંનેને શોર્ટકર્ટથી પૈસા કમાવવા માટે આવું કાવતરું કર્યું હોવાનું પુછપરછમાં સામે આવ્યું હતું. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેની કડકાઈથી પુછપરછ શરૂ કરી છે. આ કેસમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની પણ શક્યતા છે.

Niraj Patel