મિત્રને પ્લાસ્ટિકમાં લપેટીની ગાડીના દરવાજા પર ચોંટાડી દીધો.. વીડિયો જોઈને લોકોએ ઈનફ્લુએન્સર પર કરી કાર્યવાહીની માંગ, વીડિયો વાયરલ
Hangs Friend From Moving Car Door : આજના સમયમાં લોકો વાયરલ થવા માટે કંઈપણ કરતા હોય છે. ઘણા લોકો એવા એવા સ્ટન્ટ કરતા હોય છે કે પોતાની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે આવા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તમે જોયા હશે. ઘણીવાર આવા વીડિયો વાયરલ થવા પર પોલીસ પણ કાર્યવાહી કરે છે અને લોકો પણ આવા વીડિયો બનાવનારને સંભળાવતા હોય છે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થયો છે.
ઈન્સ્ટાગ્રામ પર એક ઈનફ્લુએન્સરની ખૂબ ટીકા થઈ રહી છે. કારણ કે તેણે રીલ બનાવવા માટે માત્ર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જ નથી કર્યું પરંતુ તેના મિત્ર તેમજ અન્ય રાહદારીઓના જીવને પણ જોખમમાં મુક્યો હતો. તેણે એવો સ્ટંટ કર્યો હતો જેના માટે લોકો પોલીસને વિનંતી કરી રહ્યા છે કે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ વિડિયો 12 એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ પ્રભાવક @sumit_cool_dubey ના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને 22 લાખથી વધુ લાઇક્સ મળી છે.
આ ક્લિપ ફેસબુકથી યુટ્યુબ પર શેર કરવામાં આવી રહી છે જ્યાં લોકો પોલીસને વિનંતી કરી રહ્યા છે કે ઈનફ્લુએન્સર સામે કડક કાર્યવાહી કરે જેથી અન્ય લોકો આવા સ્ટંટ કરતા પહેલા 10 વાર વિચારે. આ રીલ પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું હતું “ભાઈને સુતા સુતા જવું હતું.” વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે રીલ બનાવવા માટે ઇફ્લ્યુન્સર તેના મિત્રને કાળી ચાલતી કારના દરવાજા પર ટેપની મદદથી પ્લાસ્ટિકમાં લપેટ્યો હતો.
વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે કાર આગળ ચાલી રહી છે અને ટેપથી લપેટાયેલો માણસ કારના દરવાજા પાસે લટકી રહ્યો છે અને એવી રીતે વર્તન કરે છે કે જાણે તેમને કોઈ મહાન કામ કર્યું હોય. પરંતુ જયારે આ વીડિયો વાયરલ થયો ત્યારે લોકોને તેમનું આ કામ ના ગમ્યું અને ઈનફ્લુએન્સરને ખરી ખોટી પણ સંભળાવવા લાગે ગયા. જેના કારણે તેને પોતાનું કોમેન્ટ સેક્શન પણ ઓફ કરી દેવું પડ્યું હતું.
View this post on Instagram