સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોનું શું છે રહસ્ય ? શા કારણે ગામના દરેક ઘરની બહાર લટકાવી છે ભૂરી બોટલ ? જુઓ

આખરે આ ગામમાં એવું તો શું છે કે દરેક ઘરની બહાર લટકાવી છે ભૂરા રંગની બોટલ ? વીડિયોમાં કારણ જાણીને તો તમારા હોશ પણ ઉડી જશે, જુઓ

Hanging Blue Bottle Outside The House : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને  ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ત્યારે હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ગામની નાદાર દરેક ઘરની આગળ ભૂરી બોટલ લટકતી જોવા મળી રહી છે, આ વીડિયોએ લોકોમાં ખુબ જ હલચલ મચાવી હતી અને દરેક વ્યક્તિ એ જાણવા માંગતું કે હતું તેની પાછળનું કારણ શું હોઈ શકે ?

ઘરની બહાર ભૂરા રંગની બોટલ :

ખરાબ નજરથી બચવા માટે લોકો ઘણીવાર ઘરની બહાર લીંબુ અને મરચાં લટકાવી દે છે. લોકો માને છે કે આવું કરવાથી ઘર પર કોઈની ખરાબ નજર નહીં પડે. પરંતુ વાયરલ થઇ રહ્યો લોકો બોટલ વાળો વીડીયો પંજાબના એક ગામની હોવાનું કહેવાય છે, જ્યાં ઘણા ઘરોની બહાર ભૂરા રંગની બોટલો લટકેલી છે. આ જોઈને મનમાં પહેલો પ્રશ્ન આવે છે કે આ બોટલમાં શું છે? અને ઘરની બહાર કેમ લટકાવવામાં આવે છે? ગ્રામજનોના આ જુગાડથી આ વીડિયો ઉતારનારા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

કુતરાથી બચવાનો જુગાડ હોવાનો દાવો :

વાયરલ વીડિયોમાં વ્યક્તિ કહે છે કે બોટલમાં પાણીમાં ઓગળેલ નીલ ભરેલું છે અને તેને ઘરની બહાર લટકાવી દેવામાં આવે છે. તે એ પણ જણાવે છે કે આ નીલની બોટલ તેમને ત્યાંના સફાઈ કામદારોએ આપી છે. જો કે, કોઈએ કહ્યું નથી કે પાણીમાં નીલ ભેળવીને તેને ઘરની બહાર લટકાવીને કૂતરા ન આવે તેની વચ્ચે શું સંબંધ છે. પરંતુ દરેક જણ દાવો કરે છે કે આ યુક્તિ સફળ છે!  આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે.

લોકોએ આપી પ્રતિક્રિયા :

ઘણા લોકોએ લખ્યું છે કે ભૂરા રંગની બોટલો ઘણી જગ્યાએ લટકાવવામાં આવે છે અને તેની પાછળનું કારણ એ છે કે કૂતરાઓને અન્ય રંગો કરતાં ભૂરા રંગ વધુ સ્પષ્ટ દેખાય છે અને તેમને લાગે છે કે ત્યાં કોઈ ભય છે, તેથી તેઓ બોટલની આસપાસ જતા નથી.  જો કે આ વાયરલ વીડિયોની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને લઈને લોકો પણ કોમેન્ટમાં અલગ અલગ દાવો કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel