આ સ્ટુડન્ટે કરી એવી શોધ કે હવે હોમવર્ક કરવું બની જશે આસાન, લખવાની મહેનતમાંથી મળશે છુટ્ટી, જુઓ હેન્ડરાઈટિંગ મશીનનો વીડિયો

આ અદભુત આવિષ્કાર જોઈને તો તમારા પણ હોંશ ઉડી જશે, બનાવ્યું એવું મશીન કે જે હેન્ડરાઈટિંગની જેમ જ તમારું હોમવર્ક મિનિટોમાં કરી દેશે, જુઓ વીડિયો

Handwriting machine : આજના સમયમાં ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે અને દરેક ક્ષેત્રમાં નવા નવા આવિષ્કાર થતા જોવા મળી રહ્યા છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તમે જોયા હશે. જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એક એવા જ વીડિયોએ ઈન્ટરેન્ટ પર ધૂમ મચાવી છે, જેમાં એક મશીન દ્વારા હોમવર્ક થતું જોવા મળી રહ્યું છે.

હેરાન કરી રહ્યો છે આ વીડિયો :

ઘણીવાર શાળાના બાળકો નોટ્સ બનાવવા અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કલાકોમાં અભ્યાસ માટે સમય ફાળવતા જોવા મળે છે, પરંતુ કેટલાક બાળકો એવા હોય છે કે જેઓ અન્યને તેમનું હોમવર્ક પૂરું કરાવવા માટે આપે છે. તે જ સમયે, કેટલાક બાળકો એવા છે જે બદલાતા સમયમાં શોર્ટકટનો સહારો લઈ રહ્યા છે. તાજેતરમાં આવો જ એક વીડિયો લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે અસલી અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે.

હોમવર્ક કરવા માટેનો શોર્ટકટ :

જો કે ગૂગલે પહેલાથી જ સંશોધન કાર્યને વધુ સારું અને સરળ બનાવ્યું છે, તેથી જ હવે કેટલાક બાળકો પણ તેનો લાભ લેવામાં પાછળ નથી રહ્યા, જે વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે હવે બાળકોને રિસર્ચ વર્ક અને અસાઈનમેન્ટ લખવા માટે કલાકો-કલાક મહેનત કરવાની જરૂર નથી. આ જ કારણ છે કે હાલમાં જ વાયરલ થયેલા આ વીડિયોમાં મશીનનું કામ જોઈને લોકો દંગ રહી ગયા છે.

શિક્ષક પણ ખાઈ જશે ગોથા :

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. Tansung Yagen નામના એકાઉન્ટ સાથે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘શિક્ષકો – અમે AIના આગમન પછી જ હાથથી લખેલા પ્રોજેક્ટ્સ લઈશું, આના પર બાળકોનો જવાબ.’ માત્ર 15 સેકન્ડના આ વીડિયોમાં ઓટોમેટિક મશીનથી પેજ પર કંઈક લખવામાં આવી રહ્યું છે. આ સાથે, ઉપકરણની મદદથી પાનાં પણ ફેરવવામાં આવી રહ્યા છે.

Niraj Patel