‘તેરે ઇશ્ક મેં નાચેંગે…’ અને ડીજેની ધૂન પર બેકાબૂ ઘોડો જાનૈયા પર ચઢી નાચવા લાગ્યો ! એક ભાઈએ થપ્પડો વાળી કરી જુઓ વીડિયો

ભારતમાં લગ્નની સીઝન હવે પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ પણ અમુક જગ્યાએ કેટલાક લોકો લગ્ન કરતા જોવા મળે છે. જો કે, હાલ ભલે કોઇ લગ્ન થઇ રહ્યા હોય કે ન થઇ રહ્યા હોય પરંતુ લગ્નના વીડિયો તો સોશિયલ મીડિયા પર પૂરજોશમાં વાયરલ થઇ રહ્યા છે. લગ્ન ગમે તે હોય જાનમાં ડાંસ કરવાની મજા તો કંઇક અલગ જ હોય છે અને તે અન્ય તમામ ધાર્મિક વિધિઓની જેમ કદાચ લગ્નની ફરજિયાત પરંપરા બની ગઇ હોય તેમ પણ લાગે છે. મોટાભાગના ભારતીય લગ્નોમાં લોકો કલાકો સુધી ડાન્સ કરે છે અને ખુલ્લેઆમ આનંદ કરે છે.

હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક લગ્ન દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાનૈયાઓના ડાન્સ દરમિયાન ડીજે પર વાગતું ફાસ્ટ ગીત ઘોડાને પસંદ ન આવ્યું. ખબર નહીં શું થયું કે આ ગીત વાગતાની સાથે જ જાનમાં આવેલા એક ઘોડાએ જાનૈયાઓને લાત મારવાનું શરૂ કરી દીધું. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાનો છે. આ ઘટના સોમવારે બની હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ડીજે પર ગીત વાગી રહ્યું હતું અને જાનૈયા ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઘોડો બેકાબૂ થઇ ગયો. આ પછી તે ભીડમાં ઘૂસી ગયો અને લાતો મારવા લાગ્યો. આ ઘટનામાં લગભગ 12 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બુંદેલખંડમાં લગ્નમાં ઘોડાને ડાન્સ કરવાની જૂની પરંપરા છે. જો કે, સોમવારે લગ્નની ઉજવણીમાં ઘોડો બેકાબૂ બનીને જાનૈાઓ પર ચઢી ગયો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ 23 સેકન્ડની વીડિયો ક્લિપ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. ડીજેની ધૂન, નાચતા જાનૈયાઓ, નોટોનો વરસાદ… લગ્નની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી હતી. ગીત વાગી રહ્યું હતું ‘તેરે ઇશ્ક મેં નાચેંગે…’. એવું લાગી રહ્યું હતું કે આ ખાસ અવસર પર બધા ડાન્સ કરી રહ્યા છે. પરંતુ કોને ખબર હતી કે આ મજા એક ઘોડાને કારણે બગડી જશે.

Shah Jina