કોરોનાની વેક્સિન લેવાની ના પાડી રહ્યો હતો આ યુવક, પછી ચાર લોકોએ ભેગા થઈને કર્યું એવું કે વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે

કોરોના મહામારી સામે રક્ષણ મેળવવાનો એક માત્ર ઉપાય કોરોનાની વેક્સિન છે. સરકાર દ્વારા આ વેક્સિન પણ મફતમાં આપવામાં આવી રહી છે. દેશની અંદર આજે ઘણા લોકોએ વેક્સિન પણ લઇ લીધી છે તો ઘણા લોકો હજુ કોઈને કોઈ કારણથી વેક્સિન નથી લઇ રહ્યા. સરકાર અને સેલેબ્રિટીઓ દ્વારા પણ લોકોને વેક્સિન લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ વેક્સિન લેવાની ના પાડતા તેની સાથે રહેલા ચાર લોકો તેને જબરદસ્તી પણ વેક્સિન અપાવીને જ રહે છે. આ ઘટનાનો વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો છે જેને ઘણા લોકોએ નિહાળ્યો છે સાથે ઘણા લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ઘણા લોકોને ઇન્જેક્શનની સોયની બીક લાગતી હોય છે, ત્યારે આ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે, જેની અંદર એક યુવક ઇન્જેક્શનની સોયથી બીક લાગવાના કારણે વેક્સિન લેતા ડરી રહ્યો છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે તેના ચાર મિત્રો તે યુવકને વેક્સિન લેવા માટે રાજી કરીને વેક્સિનેશન સેન્ટર સુધી તો લઇ આવે છે પરંતુ સેન્ટરમાં જતા પહેલા જ તે ડરવા લાગે છે અને વેક્સિન ના લગાવવાનું કહે છે.

આ જોઈને આસપાસ રહેલા લોકો પણ તેની પાસે આવે છે અને તેને વેક્સિન લેવા માટે સમજાવવા પણ લાગે છે, આ ઉપરાંત મેડિકલ વર્કર ગેટ ઉપર પણ ઉભી છે અને યુવકને સેન્ટરમાં આવવા માટે પણ અનુરોધ કરી રહી છે. જેના બાદ લોકોને પણ ગુસ્સો આવે છે અને તે યુવકને જબરદસ્તી પકડી અને જમીન ઉપર સુવડાવી દેવામાં આવે છે, જેના બાદ હેલ્થ વર્કર આવી અને યિવકના બૂમો પાડવા છતાં પણ તેને વેક્સિન લગાવી દે છે.

Niraj Patel