ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા વૈશાલ શાહના પિતાનું નિધન

દુખદ :”છેલ્લો દિવસ” ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર વૈશાલ શાહ પર તૂટી પડ્યો દુખોનો પહાડ, પિતાનું થયુ નિધન

થોડા સમય પહેલા જ રીલિઝ થયેલ યશ સોની, મલ્હાર ઠાકર, અને મિત્ર ગઢવી સ્ટારર ફિલ્મ ત્રણ એક્કાના નિર્માતા તેમજ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ નિર્માતા વૈશાલ શાહના પિતાનું દુખદ અવસાન થયુ છે. વૈશાલ શાહના પિતા રાજેશ શાહના નિધન બાદ ઈન્ડસ્ટ્રીના નામી કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે.

વૈશાલ શાહના પિતાનું નિધન

ત્યારે રાજેશ શાહના નિધન બાદ આજે એટલે કે 12 જાન્યુઆરીના રોજ પ્રાર્થના સભાનું આયોજન અમદાવાદના બોડકદેવ ખાતે કરવામાં આવ્યુ હતુ, જેમાં સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા કલાકારોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જણાવી દઇએ કે, ત્રણ એક્કાનું નિર્માણ આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપી જબરદસ્ત ફિલ્મો

આ ઉપરાંત ઢોલીવુડમાં એક નવા વિષય સાથે ફિલ્મ “છેલ્લો દિવસ” આવી હતી અને ત્યારથી લઇ અત્યાર સુધી દર્શકોમાં તેનો ક્રેઝ માથા પર ચઢી બોલી રહ્યો છે. તેના ડાયલોગ્સ તો ઘરે ઘરે છવાઇ ગયા છે. ત્યારે આ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર હતાં વૈશાલ શાહ અને તે પછી તેમણે ‘શું થયું’ ગુજરાતી ફિલ્મ બનાવી.

તેમજ આનંદ પંડિત સાથે મળી ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘ત્રણ એક્કા’ બનાવી. આ બંને ફિલ્મ પણ એક નવા જ વિષય સાથે રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે ઘણાં વર્ષોથી વૈશાલ શાહ જોડાયેલા છે.

Shah Jina